Chandrayaan-3 લોન્ચ થાય તે પહેલા જાણી લો, રોવર, લેન્ડર અને ઓર્બિટર એટલે શું ?
Chandrayaan-3 Launch : દુનિયામાં જ્યારે કોઈ માનવ રહિત સ્પેસ મિશન યોજાતા હોય છે ત્યારે તમે રોવર, લેન્ડર અને ઓર્બિટર આ શબ્દો વારંવાર સાંભળ્યા હશે. ચંદ્રયાન-3ના લોન્ચને કારણે આ શબ્દો ફરી સાંભળવા મળી રહ્યા છે. ચાલો જાણીએ શું હોય રોવર, લેન્ડર અને ઓર્બિટર.

આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ થશે. આજે 14 જુલાઈ, 2023ના ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે ચંદ્રયાન-3 લોન્ચ થશે.

ચંદ્રયાન-3માં લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. આ નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે. રોવરને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યું છે. જેને સંસ્કૃતમાં શાણપણ કહેવામાં આવે છે. ચંદ્રયાન-2 સમયે પણ લેન્ડર-રોવરના આ જ નામ હતા.

રોવર એ એવું વાહન કે રોબોટ છે જે ગ્રહની સપાટી પર ફરીને અલગ અલગ જગ્યાએથી માહિતી એકઠી કરીને ઓર્બિટરને મોકલે છે.

લેન્ડર એક પ્રકારનું કેરિયર હોય છે જેની અંદર રોવર હોય છે. તેની મદદથી રોવરનું ગ્રહની સપાટી પર લેન્ડિંગ કરાવવામાં આવે છે. રોવરને સફળતાપૂર્વક સપાટી પર ઉતારવાનું કામ લેન્ડરનું હોય છે.

ઓર્બિટર, જે ગ્રહ પર રોવર ઉતાર્યુ હોય તે ગ્રહના ચક્કર લગાવે છે. રોવર ગ્રહની સપાટી પરથી માહિતી ગ્રહની કક્ષામાં ફરતા ઓર્બિટરને મોકલે છે. અને ઓર્બિટર તે માહિતી પૃથ્વી પર ઈસરો-નાસા જેવી સ્પેસ સંસ્થાને મોકવાનું કામ કરે છે.