મારી લો શરત ! ગમે એટલો વરસાદ હોય કે પછી વાદળછાયું વાતાવરણ હોય, તમને ચંદ્રગ્રહણ જોતાં હવે કોઈ નહીં રોકી શકે
07 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે પરંતુ જો તમારા વિસ્તારમાં હવામાન ખરાબ હોય, તો એવામાં તમે તેને તમારા સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ પર ઓનલાઈન લાઈવ કઈ રીતે જોઈ શકશો?

ભારત અને યુરોપિયન દેશો સહિત ઘણા એશિયન દેશોમાં 7 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે, આ એક અનોખી ખગોળીય ઘટના છે. આજે થનારું 'ચંદ્રગ્રહણ' ભારતમાં આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. ઘણા લોકો ચોમાસાની ઋતુમાં થનારા ચંદ્રગ્રહણને જોવા માટે ઉત્સાહિત છે.

જો કે, જે લોકોના વિસ્તાર તરફ આકાશ વાદળછાયું હશે, તેઓ નિરાશ થઈ શકે છે. હવે આવી સ્થિતિમાં સ્માર્ટફોન તમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે સ્માર્ટફોન યુઝર છો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો અને આવી ખગોળીય ઘટનામાં રસ ધરાવો છો, તો હવામાન તમારે આડે નહીં આવે. આવું એટલા માટે કેમ કે, તમે તમારા સ્માર્ટફોન થકી 'લાઈવ ઓનલાઈન' ચંદ્રગ્રહણ જોઈ શકો છો. વધુમાં, તમે તમારા લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી પર પણ 'ઓનલાઈન' ચંદ્રગ્રહણ જોઈ શકશો.

સમય અને તારીખ અનુસાર, ભારતમાં રાત્રે 8:58 વાગ્યાથી પેનમ્બ્રલ ગ્રહણ શરૂ થશે. આંશિક ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે અને પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 વાગ્યે શરૂ થશે, જે રાત્રે 11:41 વાગ્યે તેની ટોચે હશે. સ્માર્ટફોન પર ચંદ્રગ્રહણ જોવાનો ઉત્તમ સમય રાત્રે 11 વાગ્યા પછીનો હોઈ શકે છે, જ્યાં તમને સુંદર દૃશ્યો જોવા મળશે.

સ્માર્ટફોન પર ચંદ્રગ્રહણને ઓનલાઈન લાઈવ જોવા માટે અનેક યુટ્યુબ ચેનલો પર જઈ શકો છો. 'ટાઈમ એન્ડ ડેટ'ની યુટ્યુબ ચેનલ પર પણ ચંદ્રગ્રહણ ઓનલાઈન લાઈવ જોઈ શકાય છે. ચેનલ પર ગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.

જો તમે તમારા સ્માર્ટફોન પર ચંદ્રગ્રહણ જોવા માંગતા હોવ, તો યાદ રાખો કે તમારી પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. બીજું કે, જો તમે મોબાઇલ ડેટા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવા જઈ રહ્યા છો, ત્યારે પણ ધ્યાન રાખો કે તમારી પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન હોય.

જો તમે મોબાઇલ ડેટા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવા જઈ રહ્યા છો, તો 5G ઇન્ટરનેટ હોવું જરૂરી છે, કારણ કે તેના વિના યુટ્યુબ સ્ટ્રીમમાં બફરિંગ પ્રોબ્લેમ થઈ શકે છે.
દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો
