Gold Loan : 10 ગ્રામ સોના પર કેટલા રૂપિયા સુધીની લોન મળી શકે છે? તમે નહીં જાણતા હોવ
આજકાલ સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળે છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાને પાર થઈ ગયો. ત્યારે તમારે એ જાણવું જરૂરી છે કે જો તમારી પાસે 10 ગ્રામ સોનું છે તો તેના પર તમને કેટલા રૂપિયાની લોન મળી શકે.

સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખની આસપાસ ફરી રહ્યો છે. એક વાર 1 લાખ રૂપિયાની પર ભાવ ગયા બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો.

મહત્વનું છે કે સૌ કોઈ જાણે છે કે, સોનું એક સુરક્ષિત રોકાણ છે. સોનામાં કરેલું રોકાણ તમારા મુશ્કેલ સમયમાં ઉપયોગી થઈ શકે છે. ચાલો તમને ગોલ્ડ લોન વિશે કેટલીક વાતો જણાવીએ.

કટોકટીના સમયમાં ગોલ્ડ લોન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તમે સોનું ગીરવે મૂકીને પૈસા લઈ શકો છો.

સામાન્ય રીતે તમને સોનાના કુલ મૂલ્યના 75% થી 90% સુધી લોન મળી શકે છે. તમને જણાવી દઈએ કે 10 ગ્રામ સોના પર તમને કેટલી લોન મળશે.

બેંકો અને ગોલ્ડ લોન આપતી સંસ્થાઓ સોનાના કુલ મૂલ્યના 75 ટકા સુધી લોન આપે છે. જો આપણે આ રીતે જોઈએ તો, 10 ગ્રામ સોનાની કિંમત હાલમાં દા.ત.. 98 હજાર રૂપિયાની આસપાસ છે. આ રીતે, જો તમારી પાસે 10 ગ્રામ સોનું છે, તો તમને લગભગ 73-74 હજાર રૂપિયાની લોન મળશે. (All Image - Unsplash)
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
