Business Idea: ₹50,000માં કરો બિઝનેસની દોડમાં ધમાકેદાર એન્ટ્રી! નફો એટલો કે વિચાર્યો ન હોય
ઇન્સ્ટન્ટ સ્ટ્રીટ ફોટો બૂથ એ એક નાનો પરંતુ વ્યાવસાયિક બિઝનેસ મોડલ છે. ઓછા રોકાણમાં શરુ કરી શકાય તેવો આ બિઝનેસ હાલ ખૂબ જ ડિમાન્ડમાં છે.

આજકાલના વ્યસ્ત જીવનમાં લોકોને તરત જ પાસપોર્ટ અથવા ઓળખપત્ર માટે ફોટાની જરૂર પડે છે. આવી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમે "ઇન્સ્ટન્ટ સ્ટ્રીટ ફોટો બૂથ" જેવી સર્વિસ શરૂ કરી શકો છો.

તમે કોઈ પણ વિસ્તારમાં, સ્કૂલ કે કોલેજ પાસે કે સરકારી કચેરી નજીક આ બૂથ ખોલી શકો છો. બૂથ શરૂ કરવા માટે વ્હાઇટ બેકગ્રાઉન્ડ પોર્ટેબલ સ્ક્રીન, ફોટો પ્રિન્ટર, DSLR કે સારા કેમેરાવાળો સ્માર્ટફોન, લાઇટિંગ સેટઅપ, લેમિનેશન મશીન અને લેપટોપ તેમજ કમ્પ્યુટર જેવા સાધનોની જરૂર પડશે.

આ વ્યવસાયમાં અંદાજે 50,000 થી 1,00,000 રૂપિયા સુધીનું રોકાણ તમે કરી શકો છો. તમે યુઝ્ડ DSLR અથવા સારા કેમેરાવાળા સ્માર્ટફોનથી પણ આ વ્યવસાય શરૂ કરી શકો છો.

આવા બૂથથી તમે દરરોજની સારી આવક મેળવી શકો છો. એક ફોટો સેટ માટે તમે 30 થી 100 રૂપિયા સુધીનો ચાર્જ કરી શકો છો.

જો દરરોજ 20-25 લોકો પણ આવે તો તમે 600 થી 2000 રૂપિયા સુધી આરામથી કમાઈ શકો છો. આ વ્યવસાય માટે ખાસ કોઈ મોટી ડિગ્રીની જરૂર નથી.

જો તમારે ફોટોગ્રાફી શીખવી હોય તો યુટ્યુબ પર ઘણાં ફ્રી વિડીયો છે. આ સિવાય તમે તમારા શહેરમાં કોઇ લોકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ કેમેરા વર્કની તાલીમ મેળવી શકો છો.

આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે મ્યુનિસિપલ લાયસન્સ લેવું પડશે. જો તમારી આવક વધારે થાય છે તો પછી તમે GST નંબર માટે પણ અરજી કરી શકો છો. આ સિવાય બિઝનેસમાં ખાસ 'Udyam' રજીસ્ટ્રેશન કરાવું પડે છે.

માર્કેટિંગ માટે તમારે માત્ર લોકો સુધી વાત પહોંચાડવાની છે. તમારા વિસ્તારના વોટ્સએપ ગ્રૂપમાં તમારા સર્વિસની માહિતી મોકલો. આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક થકી પણ પોતાના બિઝનેસને પ્રમોટ કરો.

આ વ્યવસાયથી તમે ઘરની નજીક રહીને રોજગારી ઊભી કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
