Bullet Train Project : મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેન 21 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થશે, જુઓ ફોટો
ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે. મુંબઈ-અમદાવાદ કોરિડોર હેઠળ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે, જેમાંથી 2.7 કિલોમીટર પૂર્ણ થઈ ગયું છે. જેના ફોટો Ministry Of Railwayએ શેર કર્યા છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ આજે એક મોટી અપટેડ સામે આવી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ધનસોલી અને શિલફાટા વચ્ચે સમુદ્રની અંદર 21 કિલોમીટર લાંબી ટનલના પહેલા સેક્શનનું નિર્માણ કામ પૂર્ણ થયું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અન્ય કામો વિશે જો વાત કરીએ તો કેન્દ્રીય રેલવે મંત્રીઅશ્વિની વૈષ્ણવ પણ-સમય પર અપડેટ શેર કરે છે. તેમના ફોટા પણ શેર કરે છે.

બીકેસી અને થાણે વચ્ચે સમુદ્ર નીચે 21 કિમી લાંબી ટનલનો પ્રથમ ભાગ પૂર્ણ થઈ ગયો છે. તાજેતરમાં, પ્રોજેક્ટ હેઠળ 310 કિમી 'વાયડક્ટ'નું બાંધકામ પૂર્ણ થયું છે.'પાટા નાખવા, ઓવરહેડ ઇલેક્ટ્રિકલ વાયરિંગ, સ્ટેશનો અને પુલોનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.'

મંત્રાલયે એ પણ જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ નદીની ઉપર બની રહેલા 15 પુલોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 4 પુલનું નિર્માણ કાર્ય થોડા સમયમાં પૂર્ણ થશે. કુલ 12 સ્ટેશનોમાંથી 5 સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં 8 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં હશે.આપણે ગુજરાતના સ્ટેશનની વાત કરીએ તો વાપી, બિલિમોરા, સુરત,ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી છે.

જાણકારી મુજબ મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન પર કામ ચાલુ છે. બુલેટ ટ્રેનના સ્ટેશન અન્ય સ્ટેશનથી સાવ અલગ જ હશે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
