Breaking News : વિરાટ-રોહિતથી આગળ નીકળ્યો કેપ્ટન શ્રેયસ અય્યર, રચ્યો ઈતિહાસ
આયરલેન્ડ વિરુદ્ધ 2-0થી હાર બાદ શ્રેયસ અય્યર પર ચાહકોની નજર હતી. ત્યારે ઈંગ્લેન્ડ સામે મેચમાં શ્રેયસ અય્યરે ફીફટી ફટકારી જવાબ આપી દીધો છે. કેપ્ટન શ્રેયસ અય્યર વિરાટ કોહલીથી આગળ નીકળ્યો છે.

ભારતીય ટી20 ક્રિકેટના નવા બનેલા કેપ્ટન શ્રેયસ અય્યર માટે આયરલેન્ડનો પ્રવાસ ખરાબ રહ્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પેહલી ટી20 મેચમાં તેને ફિફટી ફટકારી હતી. આ સાથે તેમણે સાબિત કર્યું કે, તે કોઈ થી ઓછો નથી.

ઈંગ્લેન્ડમાં ફિફટી ફટકારી એ કામ કર્યું જે રોહિત શર્મા, વિરાટ કોહલી તેના આખા કરિયરમાં કરી શક્યા નથી. અય્યરે ઈંગ્લેન્ડની ધરતી પર ટી20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકાવનારો પહેલો કેપ્ટન બન્યો છે.

આયરલેન્ડ વિરુદ્ધ 2-0થી હાર બાદ શ્રેયસ અય્યર પર બધાની નજર હતી કારણ કે, તેના બેટમાંથી કોઈ રન આવ્યા ન હતી. આ સાથે તેમણે એક એવા કેપ્ટનને રિપ્લેસ કર્યો છે. જેમણે ભારતને ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવ્યો હતો.

અય્યરે ઈંગ્લેન્ડની સામે પહેલી ટી20 મેચમાં 47 બોલમાં 68 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ હતી.

ફિફટી ફટકારતા જ ઈંગ્લેન્ડની ધરતી પર ટી20 ઈન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકાવનારો પહેલો ભારતીય કેપ્ટન બની ગયો છે. 2018માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ઈગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. 2022માં રોહિત શર્મા કેપ્ટન હતા. બંને ખેલાડી આ ખાસ રેકોર્ડ પોતાને નામ કરી શક્યા નથી.

ડરહમ કાઉન્ટી ચેસ્ટર લે સ્ટ્રીટમાં બુધવાર 1 જુલાઈના રોજ રમાયેલી મેચ વરસાદના કારણે રદ થઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને 189 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે ઈંગ્લેન્ડને આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઉતરવાનું હતુ. આ પહેલા વરસાદે વિધ્ન કર્યું હતુ (all Photo : PTI,AI)
IND vs ENG 1st T20 : ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ઇતિહાસ યથાવત રહ્યો , ભારત-ઇંગ્લેન્ડ મેચ સતત ત્રીજી વખત રદ કરાઈ અહી ક્લિક કરો
