Breaking News: ACB ના DIG પણ ન બચી શક્યા ઠગાઈથી ! ફ્લેટ વેચવાના નામે ₹61 લાખ ઓળવી જનાર દંપતી સામે FIR
અમદાવાદમાં સિનિયર IPS અધિકારી અને ACB ના DIG પી. એલ. માલ સાથે ₹61 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં ફ્લેટ ખરીદવા માટે પૂરી રકમ ચૂકવ્યા છતાં દસ્તાવેજ ન કરી આપી ઠગાઈ આચરવામાં આવી છે.
અમદાવાદમાં ફ્લેટ વેચવાના નામે એક સિનિયર IPS અધિકારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ACB (એન્ટી કરપ્શન બ્યુરો) ના DIG પી. એલ. માલ સાથે ₹61 લાખની ઠગાઈ થતાં તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક ફ્લેટના સોદા પેટે IPS અધિકારીએ ₹61 લાખની પૂરેપૂરી રકમ ચૂકવી આપી હતી. આમ છતાં, સામે પક્ષે ફ્લેટનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહોતો. આ મામલે પી. એલ. માલે અમિત જાની અને તેમની પત્ની સામે છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. સિનિયર અધિકારીની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ચોમાસામાં નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી ? બાળરોગ નિષ્ણાતો પાસેથી જાણી લો આ જરૂરી વાતો
Follow Us
Latest Videos
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

