તમે ચોમાસામાં AC વાપરો છો, આ ટ્રિક અજમાવશો તો વીજળી બિલ આવશે ઓછું
સામાન્ય રીતે ચોમાસા ઋતુ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. વધુ પડતા ભેજ અને ગરમીને કારણે ચોમાસામાં અસહ્ય બાફનો અનુભવ થાય છે. આવા સંજોગોમાં ભારે બાફથી રાહત મેળવવા માટે AC ચલાવવું પડે છે. જો ચોમાસા દરમિયાન પણ AC ચલાવવું પડતુ હોય તો કેટલાક ફેરફાર કરવાથી વીજળી બિલમાં ચોક્કસ આંશિક રાહત મળશે.

ઘણા લોકો ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે બફારાથી બચવા માટે ACનો ઉપયોગ કરે છે. જો કે, ચોમાસામાં પણ ACનો ઉપયોગનો ઉપયોગ કરવાથી, વધુ વીજ બિલ આવવાથી વપરાશકર્તાના ખિસ્સા ઉપર ભાર પડતો હોય છે.

ઘણા લોકોનું માનવું છે કે ACનો ઉપયોગ કરતી વખતે થોડુ ઘણુ વીજ બિલ ઊચુ આવવું એ અનિવાર્ય છે. પરંતુ જો આવા સંજોગોમાં ACમાં યોગ્ય સેટિંગ્સ અને કેટલીક સરળ યુક્તિઓનો ઉપયોગ કરીને, તમે અસરકારક રીતે તમારા વીજળી બિલને ઘટાડી શકો છો.

વરસાદ અને વાતાવરણમાં વધુ ભેજ હોય તેવા દિવસોમાં, તમારા ઘર અને રૂમમાં રહેલી હવામાં ભેજનું સ્તર સામાન્ય દિવસો કરતા વધુ હોય છે. આવા હવામાનમાં, 'કૂલ મોડ' ને બદલે, તમારા AC ને 'ડ્રાય મોડ' પર ચલાવો. આ મોડ ઓરડાને ઠંડુ કરવાની સાથેસાથે હવામાં રહેલો વધારાનો ભેજ શોષી લે છે. આ ડ્રાય મોડ આ કોમ્પ્રેસર પરનો ભાર ઘટાડે છે અને વીજળીની નોંધપાત્ર બચત તરફ દોરી જાય છે.

ઘણા લોકો રૂમને ઝડપથી ઠંડુ કરવા માટે તેમના AC ને 16°C અથવા 18°C પર સેટ કરે છે. આનાથી ACનુ કોમ્પ્રેસર સતત તેની પૂર્ણ ક્ષમતાએ ચાલે છે, જેથી AC વધુ પડતી વીજળીનો વપરાશ કરે છે. ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો અનુસાર, 24°C થી 26°C ની તાપમાન શ્રેણી માનવ શરીર માટે સૌથી આરામદાયક અને આદર્શ ગણાવાઈ છે. ACના તાપમાન સેટિંગમાં માત્ર એક ડિગ્રી વધારો કરવાથી તમે વીજળી પર 6% સુધી બચત કરી શકો છો.

જ્યારે તમે રૂમમાં AC ચાલુ કરો છો, ત્યારે સીલિંગ ફેનને પણ ઓછી અથવા મધ્યમ ગતિએ ચલાવવાનું ભૂલશો નહીં. પંખો ચલાવવાથી AC માંથી ઠંડી હવા ઝડપથી અને સમાન રીતે આખા રૂમમાં ફરે છે. આમ કરવાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે અને AC ની ઓટો-કટ સુવિધાથી કોમ્પ્રેસર સમયસર બંધ થાય છે. જેનાથી તમારું વીજળી બિલ ઘટે છે.

AC ના એર ફિલ્ટરમાં ધૂળ જમા થવાથી હવાના પ્રવાહમાં અવરોધ આવે છે, જેના કારણે ACના આઉટડોર મશીનને રૂમને ઠંડુ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી, ફિલ્ટરમાં રહેલ ઘૂળ દૂર કરો અને દર 15 દિવસે તેને પાણીથી જાતે સાફ કરો. વધુમાં, રાત્રે સૂતી વખતે, 'સ્લીપ મોડ' સક્રિય કરવાનું રાખો તો વધુ સારુ. જો 'સ્લીપ મોડ' ના રાખવું હોય તો 2-3 કલાક માટે 'ટાઈમર' સેટ કરવાનું રાખો જેથી રૂમ ઠંડુ થયા પછી AC આપઆપ બંધ થઈ જાય.
1kW, 3kW અને 5kW સોલાર પર AC ચલાવવું પડી શકે છે ભારે જો તમે બેટરી વાળો સોલાર સિસ્ટમ લગાવ્યો હશે તો…
