AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Today: ગુજરાત પર વરસશે આકાશી આફત? આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Today: ગુજરાત પર વરસશે આકાશી આફત? આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

| Updated on: Jul 22, 2026 | 10:39 AM
Share

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ

22 જુલાઈ માટે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને જનજીવન પર અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

અનેક જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદમાં પણ વરસાદની શક્યતા

સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ શકે છે.

તંત્રને સતર્ક રહેવા સૂચના

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, સ્થાનિક પ્રશાસન અને મહાનગરપાલિકાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદી-નાળાઓથી દૂર રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન વરસાદનું જોર યથાવત રહે તેવી સંભાવના હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Gujarat Rain Data: રાજ્યભરમાં વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ, 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર

Published on: Jul 22, 2026 10:05 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">