AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs IND: શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને મોટા અપડેટ, બુમરાહ-જાડેજાની થશે વાપસી !

ભારતીય ટીમ આગામી મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ અઠવાડિયે ટીમની જાહેરાત થવાની શક્યતા છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની વાપસીના સંકેત મળ્યા છે, જ્યારે વોશિંગ્ટન સુંદરની ઉપલબ્ધતા હજુ અનિશ્ચિત છે. ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ચાર દિવસની વોર્મ-અપ મેચ પણ રમશે.

| Updated on: Jul 21, 2026 | 5:07 PM
Share
ભારતીય ટીમ 4 ઓગસ્ટે શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે, જ્યાં તે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. શ્રેણીની શરૂઆત પહેલા ટીમ કોલંબોમાં 7 ઓગસ્ટથી ચાર દિવસની વોર્મ-અપ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ ટીમની જાહેરાત આ અઠવાડિયામાં થવાની સંભાવના છે.

1 / 5
ટીમની પસંદગીને લઈને સૌથી મોટું અપડેટ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને લઈને છે. મીડિયા અહેવાલો મુજબ બંને અનુભવી ખેલાડીઓ ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે. બુમરાહ ઈજાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર હતો અને જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો.

2 / 5
બીજું મોટું અપડેટ વોશિંગ્ટન સુંદરને લઈને છે. ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાનો ભોગ બનેલા સુંદરની ફિટનેસ હજુ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. પસંદગીકારો તેની તબિયતને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લઈ શકે છે.

3 / 5
આ ઉપરાંત માનવ સુથાર અને કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાની શક્યતા મજબૂત માનવામાં આવી રહી છે. પેસ આક્રમણમાં મોહમ્મદ સિરાજ, ગુરનૂર બ્રાર અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ ટીમનો ભાગ બની શકે છે.

4 / 5
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારત માટે આ ટેસ્ટ શ્રેણી મહત્વપૂર્ણ રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસમાં ટકી રહેવા માટે શ્રીલંકા સામે સારો દેખાવ જરૂરી છે. આ શ્રેણી બાદ ભારત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીઓ પણ રમવાનું છે. (PC:PTI/X)

5 / 5

SL vs IND: 15 ઓગસ્ટે શરૂ થશે ભારત-શ્રીલંકા ટેસ્ટ, ભારતીય ક્રિકેટમાં બીજી વખત બનશે અનોખો સંયોગ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">