Breaking News : ATSએ પકડેલાં 13 પૈકીનાં 2 આતંકી વડોદરાની હોટલમાં રોકાયા હોવાનો ઘટસ્ફોટ, જાણો નવા ખુલાસા
વડોદરામાં ATSએ પકડેલા આંતકીઓને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જૈશના બે આતંકીઓ વડોદરાની હોટલમાં રોકાયાનો ઘટસ્ફોટ થયો છે.બંને આતંકીઓ સયાજીગંજની એમ્બેસેડર હોટલમાં રોકાયાની માહિતી સામે આવી છે.

વડોદરા જૈશ-એ-મોહંમદનાં આતંકીઓ વડોદરાની હોટલમાં રોકાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.જૈશ-એ-મોહંમદનાં 2 આતંકીઓ સયાજીગંજનાં એમ્બેસેડર હોટલમાં રોકાયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ATS એ પકડેલાં 13 પૈકીનાં 2 આતંકી વડોદરાની હોટેલમાં રોકાયા હતાં.વડોદરા આવી કશ્મીરથી એક આતંકીને બોલાવ્યો હતો.
આતંકી અહમદ ગાજિવાલા અને ઇબ્રાહિમ ઘઘાએ વડોદરામાં આંતકી સાથે મિટિંગ કરી હતી. સમગ્ર કેસમાં પાલનપુરનાં ભાગલ ગામથી કડી વડોદરા સાથે જોડાઈ હતી. સમગ્ર મામલે હોટેલના માલિકની ભૂમિકાને લઈ પણ અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આંતકીઓને લઈ હોટેલ માલિક અજાણ
આંતકી અમારી હોટેલમાં આવ્યા હોવાની વાતને લઈ હોટેલ માલિક અજાણ છે. એટીએસની ટીમ બંને આંતકીઓને લઈને આવી હતી.સર્વન્ટ રૂમમાં આવી ફ્રેશ થઈ ને જતા રહ્યા હતા. તેવું હોટેલ માલિકે કહ્યું હતુ. અહીંયાથી કંઈ વાંધાજનક મળ્યું નથી. એક છોકરો અહીંયા નોકરી કરતો હતો અને તેના ગામનો હોવાથી સીધો સર્વન્ટ રૂમ પર પહોંચ્યો હતો.સવારે 8 વાગ્યે આવીને જતો રહ્યો હતો. ATS એ અમારા સ્ટાફને કોઈ સવાલો કર્યા નથી.એ વ્યક્તિને પહેલી વખત જોયો હતો. સવારના સમયમાં અમે ઘરે હોય તો અમને ખ્યાલ ન હતો.જે છોકરાનો ઓળખીતો હતો એ વ્યક્તિ રજા પર હતો.