AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા ઘરમાં લગાવેલા RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ ? જાણો કેટલા સમયમાં કરાવવી જોઈએ RO ની સર્વિસ

મોટાભાગના લોકો RO નું પાણી પીવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે RO ના પાણીનું TDS લેવલ કેટલુ હોવુ જોઈએ. વધુ TDS લેવલ કે સાવ ઓછુ TDS બંને સ્વાસ્થ્ય માટે ઠીક નથી. આજે અમે આપને RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ તેના વિશે માહિતગાર કરશુ, સાથોસાથ RO ની સર્વિસ કેટલા સમયમાં કરાવવી જોઈએ તે પણ જણાવશુ.

| Updated on: Sep 24, 2026 | 2:46 PM
Share
આજકલ શહેરોથી લઈને ગામ સુધી દરેક ઘરોમાં RO મશીન લગાવેલા જોવા મળી જ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જે ROનુ પાણી તમે સ્વચ્છ અને શુદ્ધ સમજીને પી રહ્યા છો એ વાસ્તવમાં શુદ્ધ છે ખરુ? ક્યાંક એ તમારુ સ્વાસ્થ્ય બગાડી તો નથી રહ્યુને? આપણને હંમેશા એ સવાલ રહે છે કે RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ? આવો જાણીએ.

1 / 10
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પીવાના પાણીનું TDS લેવલ (Total Dissolved Solids) 50 થી 150 ની વચ્ચે હોવુ જોઈએ.

2 / 10
આ લેવલને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાવાયુ છે. જો તમારુ RO પાણીના  TDS ને 50 થી ઓછુ કરી દે છે તો સમજી લો કે તમારા પાણીમાંથી જરૂરી મિનરલ્સ ગાયબ થઈ ચુક્યા છે. આવુ પાણી એકદમ પીવા માટે સાવ નકામુ છે.

3 / 10
આવુ પાણી પીવાથી હાડકા નબળા પડી શકે છે. વાળ ખરવાનું શરૂ થઈ જાય છે અને તમને આખો દિવસ થાક અનુભવાય છે.

4 / 10
TDS શું છે?: TDS એ Total Dissolved Solids છે. સરળ શબ્દોમાં સમજીએ તો પાણીમાં રહેલા મિનરલ્સ છે. જેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને નમકની માત્રા છે. આ મિનરલ્સ આપણા શરીરના સ્વાસ્થ્ય અને હાડકાઓની મજબુતી માટે ઘણા જરૂરી છે.

5 / 10
જો TDS 300 થી વધુ છે તો પાણીનો સ્વાદ થોડો ભારે અને ખારો લાગશે. આથી જ્યારે પણ સર્વિસ માટે ટેકનિશ્યન આવે તો તેને બોલીને  RO ના પાણીનું TDS 70 થી 150 વચ્ચે સેટ કરાવો. જો તમે ઈચ્છો તો ઓનલાઈન મળતુ  TDS મીટર ખરીદીને જાતે પણ પાણીનું TDS ચેક કરી શકો છો.

6 / 10
RO ની સર્વિસ કેટલા સમયે કરાવવી જોઈએ?: મોટાભાગના લોકો ત્યાં સુધી તેના RO તરફ ધ્યાન નથી દેતા જ્યાં સુધી RO પાણી દેવાનું બંધ ન કરી દે. ખરેખર આવુ કરવુ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

7 / 10
મશીનની બહાર જે સફેદ રંગની બોટલ લટકેલી હોય છે, તેને દર 3 થી 4 મહિનામાં બદલવી જોઈએ. કારણ કે પાણીનો કચરો, માટી સહિતની બારીક ગંદકી ત્યાં જ જમા થાય છે.

8 / 10
મશીનની અંદર લાગેલા ફિલ્ટર્સને દર 6 થી 8 મહિનામાં ચેંજ કરવા જરૂરી છે.  RO મેમ્બ્રેન જે RO નો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. તેને તમે 1 થી 2 વર્ષની વચ્ચે બદલાવી શકો છો.

9 / 10
કેવી રીતે નક્કી કરવુ કે સર્વિસનો ટાઈમ થઈ ગયો?:જો ROની પાણી ભરવાની સ્પીડ ઓછી થઈ ગઈ હોય,પાણીનો સ્વાદ થોડો કડવો કે અજીબ લાગે અથવા મશીનમાંથી ખટ-ખટ અવાજ આવવા લાગે તો સમજી જાઓ કે તમારા ROને ટેકનિશ્યનની જરૂર છે.

10 / 10

ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">