ખુલ્લા પગે કાદવ-કીચડવાળા રસ્તા પર ચાલી વૃંદાવન પહોંચ્યા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જુઓ Video
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગુરુ પૂર્ણિમા પહેલા વૃંદાવન પહોંચી સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. બંને હિત રાધા કેલી કુંજ આશ્રમમાં દર્શન પછી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વખત આધ્યાત્મિક નગરી વૃંદાવન પહોંચ્યા હતા. બંને સંત પ્રેમાનંદ મહારાજના શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં પહોંચી તેના આશીર્વાદ લીધા હતા. આશ્રમ સુધી પહોંચતી વખતે બંને કાદવ-કીચડ ભરેલા રસ્તા પરથી પસાર થઈ ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા હતા. આ સાદગીએ ચાહકોનું દિલ જીતી લીધું છે.
રાધે-રાધે કહી અભિવાદન કર્યું
ગુરુ પૂર્ણિમા પહેલા આ યાત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલી હાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં રમતો જોવા મળ્યો હતો.વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આશ્રમ પરિસરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંને સાદગીભર્યા અંદાજમાં પોતાની કાર તરફ આગળ જતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોને તેમણે રાધે-રાધે કહી અભિવાદન કર્યું હતુ. તેના આ વ્યવ્હારે વૃંદાવનવાસી ઓનું દિલ જીતી લીધું હતુ. સોશિયલ મીડિયા પર લોકો તેની વિન્રમતાના વખાણ કરી રહ્યા છે.
Virat Kohli And @AnushkaSharma Arrived In Vrindavan To Seek Blessings From Premanand Ji Maharaj. ✨ . . .#Virushka @RadhaKeliKunj pic.twitter.com/MIGF1NifGR
— virat_kohli_18_club (@KohliSensation) July 22, 2026
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છેલ્લા કેટલાક વર્ષોથી વૃંદાવન જાય છે. અહી પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ સીરિઝ કે પછી કોઈ મોટી ટૂર્નામેન્ટ અને કરિયરના મહત્વપૂર્ણ નિર્ણય પહેલા આ જોડી આશ્રમ પહોંચી જાય છે.
ગુરુ પૂર્ણિમા પહેલા વૃંદાવન પહોંચ્યા
આ પહેલા આરસીબીએ આઈપીએલ 2026નો ખિતાબ જીત્યા બાદ વિરાટ અને અનુષ્કા શર્માએ વૃંદાવન પહોંચી પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા હતા. હવે ગુરુ પૂર્ણિમા પહેલા તેની આ યાત્રા ફરી એક વખત ચર્ચામાં આવી છે.ઓનલાઈન વાયરલ થઈ રહેલા વીડિયોમાં, કપલ કડક સુરક્ષા વચ્ચે આશ્રમમાં પહોંચતા જોઈ શકાય છે. અનુષ્કા અને વિરાટ બંનેએ ચહેરા પર માસ્ક પહેરીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો. આશ્રમમાંથી બહાર નીકળતી વખતે, વિરાટ અને અનુષ્કા હાથમાં પ્રસાદ લઈને કાદવવાળા રસ્તાઓ પર ખુલ્લા પગે ચાલતા જોવા મળે છે.
