સોનાના ભાવમાં મોટો ધડાકો ! 1980 અને 2011 જેવી મહામંદીના એંધાણ, જાણો બેંક ઓફ અમેરિકાની ડરામણી ચેતવણી
વૈશ્વિક બજારમાં સોનાના ચાર્ટ પર દેખાયો ખતરનાક 'Death Cross'! બેંક ઓફ અમેરિકાએ આપી સોનાના ભાવ તળિયે બેસી જવાની ચેતવણી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભાવ કેટલા ઘટી શકે છે?

સામાન્ય રીતે દુનિયામાં તણાવ વધે ત્યારે સોનાના ભાવ વધતા હોય છે, પરંતુ હાલમાં તમામ ગણતરીઓ ઊંધી પડી રહી છે અને સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

દિગ્ગજ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ 'બેંક ઓફ અમેરિકા' (Bank of America) ના ટેકનિકલ વ્યૂહરચનાકારોએ સોનાના ભાવમાં ખૂબ જ મોટા ઘટાડા અંગે રોકાણકારોને આગાહ કર્યા છે.

બેંક ઓફ અમેરિકાના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સોનાનો વર્તમાન ટ્રેન્ડ વર્ષ 1980 અને 2011માં આવેલી ઐતિહાસિક મંદી તરફ ઈશારો કરી રહ્યો છે.

નિષ્ણાત પોલ સિયાના અનુસાર, સોનામાં જોવા મળી રહેલી આ મંદી આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

સોનાના ટેકનિકલ ચાર્ટ પર 'ડેથ ક્રોસ'(Death Cross) નોંધાયો છે. જ્યારે 50 દિવસની શોર્ટ-ટર્મ મૂવિંગ એવરેજ (SMA), 200 દિવસની લોંગ-ટર્મ મૂવિંગ એવરેજથી નીચે જાય ત્યારે આ સંકેત બને છે.

વર્ષ 1975 પછી જ્યારે પણ સોનાના ચાર્ટ પર 'ડેથ ક્રોસ' બન્યો છે, ત્યારે 70% વખત આગામી 40 થી 50 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

સોનામાં અગાઉ આવેલી સતત તેજીના કારણે બજારમાં જરૂરિયાત કરતાં વધુ ખરીદી થઈ ગઈ હતી. RSI (Relative Strength Index) 90 ના સ્તરે પહોંચી ગયો હતો, જે મોટા કરેક્શનનો સંકેત આપતો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોના માટે $4,000 પ્રતિ ઔંસનું લેવલ ખૂબ મહત્વનું હતું. આ સ્તર તૂટતાની સાથે જ બજાર પર મંદડિયાઓ પકડ મજબૂત કરી ચૂક્યા છે.

ઐતિહાસિક પેટર્નના આધારે વૈશ્વિક બજારમાં સોનું ઘટીને પહેલા $3,600 પ્રતિ ઔંસ અને ત્યારબાદ $3,315 પ્રતિ ઔંસના સ્તર સુધી નીચે આવી શકે છે.

જો તમે સોનામાં નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં બજારના આ કરેક્શન પર નજર રાખવી જ સમજદારીથી પગલું રહેશે.
સોનાએ આપ્યું છપ્પરફાડ રિટર્ન ! SGB રોકાણકારોને મળ્યો કમાણીનો સોનેરી મોકો, 1 લાખના બની ગયા ₹3.57 લાખ ! જાણો RBIનો નવો ભાવ
