AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC અને EPFO ​​પાસે દાવા વગરના પડી રહેલા રૂપિયાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો, જાણો કેવી રીતે LIC કે EPFOમાંથી તમારા રૂપિયા પાછા મેળવી શકો

કેન્દ્ર સરકારે સંસદમાં એવો ચોકાવનારો ખૂલાસો કર્યો છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ( LIC ) પાસે કોઈ પણ દાવો ના કરાયો હોય તેવા રૂપિયા 16,450 કરોડ જમા પડ્યા છે.

LIC અને EPFO ​​પાસે દાવા વગરના પડી રહેલા રૂપિયાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો, જાણો કેવી રીતે LIC કે EPFOમાંથી તમારા રૂપિયા પાછા મેળવી શકો
| Updated on: Jul 22, 2026 | 1:59 PM
Share

Unclaimed money in LIC and EPFO : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) માં, એવા હેતુથી રોકાણ કરવામાં આવતું હોય છે કે રોકાણકારને તેમના ભવિષ્યમાં ખાસ કરીને નૃવિતિ બાદ ઉપયોગમાં લઈ શકાય. જો કે EPFOમાં જમા થયેલ રૂપિયા જે તે ખાતાધારકના પગારમાંથી દર મહિને જમા કરાવાતા હોય છે. સામાન્ય રીતે નિવૃત્તિ પછી નોંધપાત્ર રકમ મેળવવા માટે આ પ્રકારનું રોકાણ ઉપયોગી થઈ રહે છે. જો કે, આ બચત-સંબંધિત સંસ્થાઓ કરોડો રૂપિયાના દાવા વગરનુ ભંડોળ ધરાવે છે. આ એક એવું ભંડોળ છે, જેના વિશે યોગ્ય લાભાર્થીઓ પણ ઘણીવાર અજાણ હોય છે. આવી દાવા વગરની રકમ બન્ને સંસ્થાઓમાં થઈને આશરે રૂપિયા 16,450 કરોડ હોવાનો અંદાજ છે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, સરકારે ખુલાસો કર્યો કે EPFO ​​અને LIC ખાતાઓમાં રૂપિયા 16,450 કરોડ હજુ પણ દાવા વગરના ભંડોળ તરીકે પડી રહ્યાં છે. આ રૂપિયાઓમાં નિષ્ક્રિય થયેલા EPFO ​​ખાતાઓ અને કોઈ પણ દાવા વગરની LIC પોલિસીઓના ભંડોળનો સમાવેશ થાય છે.

EPFO અને LIC પાસે કેટલા દાવા વગરના પૈસા છે?

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રૂપિયા 9,330 કરોડ નિષ્ક્રિય હોય તેવા EPFO ​​ખાતાઓમાં પડેલા છે. સામાન્ય રીતે નિવૃત્તિ પછી, ત્રણ વર્ષ સુધી પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં કોઈ જ પ્રકારે યોગદાન આપવામાં ના આવે તો આવા ખાતાને ‘નિષ્ક્રિય’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ ખાતાઓ પર વ્યાજ આપવાનુ પણ બંધ કરી દેવામાં આવે છે.

દરમિયાન, LIC અંગે, સરકારે અહેવાલ આપ્યો હતો કે કુલ રૂપિયા 7,318 કરોડ દાવા વગરના રહે છે. આ ભંડોળ LIC પાસે રહે છે, કારણ કે પોલિસીધારકો અથવા તેમના નોમિની સમયસર દાવા દાખલ કરવામાં નિષ્ફળ ગયેલા છે.

દાવા વગરની રકમ કેમ વધી રહી છે?

બચત ક્ષેત્રના નિષ્ણાતો આ પ્રકારના વધારાને ઘણા પરિબળોને આભારી માને છે. પરિવારના સભ્યો ઘણીવાર પોલિસી અથવા EPFO ​​ખાતાઓ વિશે માહિતીનો અભાવ ધરાવે છે. અથવા તો નોમિની વિગતો અપડેટ કરવામાં આવી નથી હોતી. જેના પરિણામે, ભંડોળ દાવા વગરનું રહે છે. જ્યારે વ્યક્તિઓ નોકરી બદલ્યા પછી તેમના EPF ખાતાઓમાં જરૂરી અપડેટ કરાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે પણ આ પ્રકારની દાવા વિનાની રકમ એકઠી થાય છે. વધુમાં, જાગૃતિનો અભાવ, ગુમ થયેલ દસ્તાવેજો અને જૂની સંપર્ક વિગતો દાવા વગરના ભંડોળમાં વધારા માટે મુખ્ય કારણો છે.

આ પૈસા મેળવવા માટે દાવો કેવી રીતે કરવો ?

EPFO એ આ બિનદાવા કરાયેલી રકમની પતાવટ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલ હેઠળ, આધાર કે ચકાસાયેલ નિષ્ક્રિય ખાતાઓમાંથી ભંડોળ સીધા આધાર નંબર સાથે જોડાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ થાય છે, તો ભવિષ્યમાં આ સુવિધા વધુ બેલેન્સવાળા ખાતાઓમાં પણ વિસ્તૃત કરી શકાય છે.

LIC બાબતના દાવા અંગે, તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમારી LIC પોલિસીની રકમ ચકાસી શકો છો. જેમા તમારું નામ, જન્મ તારીખ અને PAN જેવી વિગતો દાખલ કરીને, તમે કોઈપણ બાકી રહેલી રકમની તપાસ કરી શકો છો. જો તમને જૂની પોલિસી સંબંધિત માહિતી મળે, તો તમે તે મેળવવા માટે, જરૂરી કાર્યવાહી માટે LIC ઓફિસની મુલાકાત લઈ શકો છો.

તમે ચોમાસામાં AC વાપરો છો, આ ટ્રિક અજમાવશો તો વીજળી બિલ આવશે ઓછું

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">