AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin B12 મેળવવાની સરળ રીત, તમારા રસોડામાં છે દવા, જાણો

વિટામિન B12 શરીર માટે અનિવાર્ય પોષક તત્વ છે, પરંતુ ઘણા લોકોને એ વાતની જાણ નથી કે આ વિટામિનના સ્તરને વધારવા માટે તેઓ તેમના દૈનિક આહારમાં શું સામેલ કરી શકે. ચાલો જાણીએ કે દહીંમાં શું ઉમેરવાથી વિટામિન B12નું સ્તર વધી શકે છે.

| Updated on: Jun 06, 2025 | 7:15 PM
દહીંમાં પ્રાકૃતિક રીતે વિટામિન B12 ની થોડીક માત્રા હોય છે, પરંતુ તેમાં ન્યુટ્રિશનલ યીસ્ટ ઉમેરવાથી આ મિશ્રણ B12નો સારો સ્ત્રોત બની જાય છે. ખાસ કરીને શાકાહારી લોકો માટે આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે.

1 / 8
ન્યુટ્રિશનલ યીસ્ટ એ પીળા રંગનો ફ્લેકી જેવો પાવડર હોય છે, જે ફૂડ ગ્રેડ યીસ્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં વિટામિન B12 સામાન્ય રીતે કૃત્રિમ રીતે ઉમેરવામાં આવે છે. આ પાવડરનો હળવા ચીઝ જેવો લાગતો હોય છે અને તે બજારમાં સહેલાઈથી મળી જાય છે. ( Credits: Getty Images )

2 / 8
એક વાટકી દહીંમાં એક ચમચી ન્યુટ્રિશનલ યીસ્ટ ભેળવી તેનું સેવન કરી શકો છો. આ મિશ્રણને નાસ્તામાં અથવા બપોરના ભોજનમાં સમાવિષ્ટ કરી શકાય છે. વધુ ચટપટા સ્વાદ માટે તેમાં થોડું કાળું મીઠું કે શેકેલું જીરું ઉમેરવું લાભદાયી રહેશે. ( Credits: Getty Images )

3 / 8
દૈનિક આહારમાં 1થી 2 ચમચી ન્યુટ્રિશનલ યીસ્ટ દહીંમાં મિક્ષ કરીને લેવા પર વિટામિન B12ની જરૂરિયાત ઘણાં અંશે પૂરી થઈ શકે છે. આ રીત ખાસ કરીને તેમના માટે લાભદાયી છે, જે માંસાહારી વસ્તુઓ જેમ કે માંસ અને માછલીનો સેવન કરતા નથી. ( Credits: Getty Images )

4 / 8
આ મિશ્રણ વિટામિન B12 ની કમીને સંતુલિત કરવામાં સહાય કરે છે, જેના કારણે થાક, નબળાઈ અને ભૂલી જવા જેવી તકલીફોમાં રાહત મળી શકે છે. દહીં પ્રોબાયોટિક હોવાને કારણે પાચનમાં પણ સુધારો કરે છે.( Credits: Getty Images )

5 / 8
જો તમને યીસ્ટથી એલર્જી હોય અથવા તમે કોઈ વિશિષ્ટ દવાઓ લઈ રહ્યા હો, તો આ મિશ્રણ શરૂ કરતાં પહેલાં તબીબની સલાહ લેવી યોગ્ય રહેશે. દહીંમાં લેક્ટોઝ રહેલ હોવાથી, લેક્ટોઝ પ્રતિસંવેદનશીલ લોકોએ તેનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી જોઈએ.

6 / 8
દૈનિક રીતે દહીં સાથે ન્યુટ્રિશનલ યીસ્ટનું સેવન કરવાથી શરીરમાં વિટામિન B12 ની માત્રામાં ક્રમશ વધારો થવા માંડે છે. શાકાહારી લોકો માટે B12 મેળવવાની આ એક સરળ, સસ્તી  અને અસરકારક રીત છે.

7 / 8
( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">