Farali Moraiya shiro Recipe : ભાઈ-બીજ પર મીઠાઈ બનાવવાનું ભૂલી ગયા છો ? ફટાફટ તૈયાર થઈ જશે મોરૈયાનો શીરો

ભારતમાં અનેક પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે. જેમાંથી કેટલીક મીઠાઈ ઉપવાસમાં ખાવા લાયક હોય છે. જ્યારે કેટલીક મીઠાઈ ઉપવાસમાં ન ખાઈ શકાય તેવી હોય છે. તો આજે ભાઈ - બીજના વ્રતમાં ખાવા લાયક મોરૈયાનો શીરો કેવી રીતે બનાવાય તે જોઈશું

| Updated on: Nov 03, 2024 | 9:43 AM
મોરૈયાનો શીરો ઘરે બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુર પડે છે. જેમાં મોરૈયો, ખાંડ,  ઘી, દૂધ, ઈલાયચી પાવડર , બદામ, જાયફળ,દ્રાક્ષ સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં મોરૈયો ઉમેરી ધીમા ગેસ પર બરાબર સાંતળી લો. ધ્યાન રાખો કે મોરૈયો બળી ન જાય.

2 / 5
હવે તેમાં દૂધ ઉમેરી સતત હલાવો. ધ્યાન રાખો કે નીચે ચોંટી ન જાય. શીરો થોડો ઘટ્ટ થાય ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો.

3 / 5
આ મિશ્રણમાંથી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી સતત હલાવો. ત્યાર બાદ તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર ઉમેરો.

4 / 5
ઘીમાં શેકેલા ડ્રાયફ્રુટને શીરામાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગરમા ગરમ શીરોને બાઉલમાં સર્વ કરી શકો છો. આ સાથે ઉપવાસમાં પણ તેનું સેવન કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">