Kaziranga national park : ગેંડાનું સ્વર્ગ છે કાઝીરંગા, જ્યાં છે પ્રકૃતિનો ખજાનો, જે તમને કરાવશે સ્વર્ગની અનુભૂતિ

Kaziranga national park : આસામનું સૌથી જૂનું ઉદ્યાન છે .જે ઉત્તરમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે અને દક્ષિણમાં કાર્બી આંગલોંગ હિલ્સના 430 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરમાં એક શિંગડાવાળા ગેંડા એટલેકે રાયનો માટે પ્રખ્યાત છે.

| Updated on: Sep 27, 2024 | 12:49 PM
World Tourism Day 2024 : ભારત દેશમાં જેટલું મહત્વ ગુજરાતના સિંહનું છે તેટલું જ મહત્ત્વ આસામના ગેંડાનું છે. હવે તમને થશે કે ગુજરાતથી સીધા આસામના ગેંડાની વાત કેમ..તો કારણ માત્ર આજે વર્લ્ડ ટુરિઝમ ડે છે તો તમને પૂર્વોત્તરના આસામ લઈને જઈએ અને ત્યાંની ઓળખ છે ચા. પણ ચા ની સાથે-સાથે ત્યાંની ઓળખ છે શિંગડાવાળા ગેંડા.

1 / 8
આસામમાં એક શાનદાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને તે છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તેમાં તમને  શિંગડાવાળા ગેંડા જોવા મળશે. તે સૌથી જૂનું અને વધુ વિસ્તરેલું ઉદ્યાન છે. કાઝીરંગા ફોરેસ્ટ જે ગોલાઘાટ અને નાગાંવ ક્ષેત્રમાં આવેલું છે. કાઝીરંગા વિશેષતાઓથી ભરેલું અને ઘેરાયેલું ઉદ્યાન છે.

2 / 8
આસામનું સૌથી જૂનું ઉદ્યાન છે .જે ઉત્તરમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે અને દક્ષિણમાં કાર્બી આંગલોંગ હિલ્સના 430 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરમાં એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. આ જ કારણ છે કે યુનેસ્કોએ આ રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કર્યું છે..આ વિશ્વનું શ્રેષ્ઠ અને પ્રખ્યાત પાર્કમાંનું એક છે જ્યા મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવે છે.

3 / 8
બિગ ફાઈવ તરીકે જાણીતું પાર્ક : યુનેસ્કોએ આ પાર્કને વર્ષ 1985માં વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યું હતું. ગેંડા ઉપરાંત વાઈલ્ડ બફેલો, સ્વેમ્પ ડિયર, હાથી અને વાઘ એમ કુલ પાંચ પ્રાણીઓ એક સાથે જોવા મળે એવું આ એકમાત્ર નેશનલ પાર્ક છે. જેના કારણે એ વિસ્તાર બિગ ફાઈવ તરીકે પણ જાણીતું છે. આ પાંચ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં પ્રવાસીઓ જીપ સફારીની મજા માણી શકે છે.

4 / 8
આમ પણ જ્યાં પ્રકૃતિ હોય ત્યાં માનવ મન મંત્રમુગ્ધ થઈ જાય છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરના સ્થળાંતર કરનારા પક્ષીઓ અને ઘણી લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે આશ્રયસ્થાન છે. વર્તમાન સમયની વાત કરીએ તો 2613 ગેંડા, વાઘની વસતી 104, હાથી 1089 અને સ્વેમ્પ ડિયરની સંખ્યા 1129 જ્યારે વાઈલ્ડ બફેલો 1937 છે.

5 / 8
આપણે ઉપરના મેપમાં જોઈ શકીએ છીએ કે 2009-10 માં ગેંડાની સંખ્યા 1,12,844 હતી. જ્યારે 2014-15માં તેની સંખ્યા વધીને 1,31,354 થઈ ગઈ છે. છેલ્લા વર્ષની એટલે કે અત્યારની વાત કરીએ તો વર્ષ- 2022-23માં તેમની સંખ્યા વધીને 2,21,477 થઈ ગઈ છે. એકંદરે ગેંડાની સંખ્યા વર્ષેને વર્ષે વધી રહી છે.

6 / 8
ટીવી9 એ કાઝીરંગાની ખાસ મુલાકાત લીધી છે. વનઅધિકારી તરુણ ગોગી કહે છે કે, "જૂનથી ઓક્ટોબર મહિના દરમિયાન આ પાર્ક બંધ રહે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે. રોજના અંદાજે ત્રણથી ચાર હજાર પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં લોકો વધારે આવે છે. આ સમય દરમિયાન વિદેશી પ્રવાસીઓ પણ વધારે આવે છે."

7 / 8
ગેંડાની વિશેષતા અને વિભિન્નતા : ગેંડા દેખાવમાં ખૂબ શાંત લાગે છે પણ એ છે ખૂબ અગ્રેસિવ છે. આમતો એ પ્રવાસીઓને ક્યારેય નુકસાન નથી પહોંચાડતું પણ હા જો કોઈ અવાજ કરે તો એને પસંદના પડે તો ક્યારેક જીપનો પીછો પણ કરે. જો કે એ સમયે ત્યાંથી નીકળવું હિતાવહ છે. આમ તો આપણા ગુજરાતમાં પણ એનેક પ્રવાસન સ્થળ છે. પરંતુ જો દેશની અને એમાં પણ આસામની વાત કરીએ તો કાજીરંગા પ્રવાસીઓ માટે પ્રથમ સ્થાને આવે. (Input Credit : Jagdish Prajapati)

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">