Breaking News : અમેરિકન એમ્બેસીની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી, આ ભૂલ કરશો તો USA જવાનું સ્વપ્ન રોળાઈ જશે
"અમેરિકામાં જો તમે તમારો અભ્યાસ છોડી દો છો સાથે અન્ય સૂચવવામાં આવેલા નિયમોનું પાલન નહીં કરો તો, તમારા વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે," US એમ્બેસીએ મંગળવારે X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું. આનાથી ભવિષ્યમાં યુએસ વિઝા મેળવવા માટેની તમારી પાત્રતા પણ સમાપ્ત થઈ શકે છે.

અમેરિકામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકન દૂતાવાસે કડક ચેતવણી આપી છે. દૂતાવાસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દે, વર્ગોમાં હાજરી ન આપે અથવા તેમનો અભ્યાસક્રમ અધૂરો છોડી દે, તો તેમના વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં યુએસ વિઝા મેળવવાની પાત્રતા પણ ગુમાવી શકે છે.

"જો તમે તમારો અભ્યાસ છોડી દો છો, વર્ગોમાં હાજરી નથી આપતા, અથવા તમારી શાળાને જાણ કર્યા વિના કોઈ કાર્યક્રમમાંથી ખસી જાઓ છો, તો તમારા વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે," યુએસ દૂતાવાસે મંગળવારે X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું. આનાથી ભવિષ્યમાં યુએસ વિઝા મેળવવા માટેની તમારી પાત્રતા પણ સમાપ્ત થઈ શકે છે. કો

ત્યારે એ પણ જરૂરી છે કે, સમસ્યા ટાળવા માટે હંમેશા તમારા વિઝાના નિયમો અને શરતોનું પાલન કરો અને તમારા વિદ્યાર્થી દરજ્જાને જાળવી રાખો. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકન યુનિવર્સિટીઓ અને કોલેજોને પસંદ કરે છે.

વર્ષ 2023 માં, યુએસ કોન્સ્યુલેટે ભારતમાં 1.4 લાખથી વધુ વિદ્યાર્થી વિઝા જાહેર કર્યા હતા, જે કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ છે અને આ સતત ત્રીજા વર્ષે એક નવો રેકોર્ડ છે. તે જ વર્ષે, ભારતમાં યુએસ મિશને કુલ 14 લાખ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરી.

તમને જણાવી દઈએ કે અમેરિકા, કેનેડા અને યુકેમાં ઇમિગ્રેશન નીતિઓ સતત કડક બની રહી છે. વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે હવે અભ્યાસ કરવો, ત્યાં રહીને નોકરી મેળવવી પહેલા જેટલી સરળ રહી નથી.
યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકાના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
