AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણીના દિકરાના લગ્નમાં મહેમાન બનવા પર મળશે VVIP ટ્રીટમેન્ટ, ખાનગી જેટમાં સફર ,રિર્ટન ગિફ્ટમાં કરોડોની ઘડિયાળ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના કલાકો જ બાકી છે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવનાર મહેમાનો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અવસર પર અંબાણી પરિવારે મહેમાનોની સેવા માટે અનેક વિમાનો પણ તૈનાત કર્યા છે.

| Updated on: Jul 11, 2024 | 1:29 PM
અંબાણી પરિવારે શુક્રવારે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાનોને લઈ જવા માટે ત્રણ ફાલ્કન-2000 જેટ ભાડે લીધા છે. અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

1 / 6
એર ચાર્ટર કંપની ક્લબ વન એરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજન મહેરાએ જણાવ્યું હતું કે અંબાણી પરિવારે લગ્નના મહેમાનોને VVIP ટ્રીટમેન્ટ આપવા માટે ત્રણ ફાલ્કન-2000 જેટ ભાડે લીધા છે અને અપેક્ષા છે કે આ કાર્યક્રમમાં 100 થી વધુ ખાનગી વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે.

2 / 6
અંબાણીના મહેમાન બનવા લોકો અલગ અલગ જગ્યાએથી આવી રહ્યા છે અને દરેક વિમાન દેશભરમાં અનેક યાત્રાઓ કરશે," તેમણે સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું.

3 / 6
ભવ્ય ભારતીય લગ્ન સમારોહ મુંબઈના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત બાંદ્રા કુર્લા સેન્ટર (BKC)માં આવેલા Jio વર્લ્ડ સેન્ટરમાં થશે. સ્થળની નજીકના રસ્તાઓ 12-15 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યાથી મધ્યરાત્રિ દરમિયાન ઈવેન્ટમાં પહોચનારા મહેમાનોની ગાડીઓ માટે ખુલ્લા રહેશે. મુંબઈમાં ટ્રાફિક પોલીસે ત્રણ દિવસ માટે રસ્તા પર પ્રતિબંધો મુક્યો છે.

4 / 6
લગ્ન સમારોહ શુક્રવાર, 12 જુલાઈના રોજ થશે જ્યારે આગામી બે દિવસ આશીર્વાદ (શુભ આશીર્વાદ) અને રિસેપ્શન માટે રાખવામાં આવ્યા છે. ડેકોરેટિવ ઝુમ્મર અને લાલ ફૂલોથી સજાવવામાં આવતા સ્થળની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પહેલેથી જ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

5 / 6
લગ્નમાં મહેમાનો માટે વેડિંગ વેન્યૂ પર 25થી વધારે વેનિટી વેન હાજર રહેશે આ સાથે મેન્યૂમાં 2.5 હજારથી વધુ ડિશીસ આ સાથે મહેમાનોને રિટર્ન ગીફ્ટમાં કરોડોની ઘડિયાળ ભેટમાં મળશે આ સાથે મહિલા મહેમાનોને રિટર્ન ગીફ્ટમાં બનારસી ફેબ્રિકની બેગ અને રિયલ જરીથી બનેલી સાડી ગિફ્ટમાં આપવામાં આવશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">