Guava leaves Benefit : જામફળની સાથે તેના પાંદડાનો પણ આ રીતે કરો ઉપયોગ, ડાયાબિટીસથી લઈ ખીલ સુધી અનેક સમસ્યા થશે દુર
જામફળના પાંદડાનો ઉપયોગ હર્બલ ચા તરીકે થાય છે. તે ઘણા રોગોના ઈલાજમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જામફળના ફળ અને પાંદડામાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે. જામફળના પાનનો અર્ક માસિક ધર્મને કારણે થતી પીડાની તીવ્રતાને ઘટાડી શકે છે. જે લોકો લોહીની ઉણપથી પરેશાન હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ.

જામફળના ફળ અને પાંદડામાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય, પાચન અને શરીરની અન્ય પ્રણાલીઓને મદદ કરી શકે છે. તેમના ફળ લંબગોળ હોય છે.

તેની છાલ હળવા લીલા અથવા પીળા રંગની હોય છે અને તેમાં બીજ ખાવા યોગ્ય હોય છે. આ ઉપરાંત, જામફળના પાંદડા હર્બલ ચા તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઘણા રોગોના ઈલાજમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જામફળના ફળો અને પાંદડાઓમાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય અને પાચન માટે રામબાણ સાબિત થાય છે.

ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા 20 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જામફળના પાંદડાની ચા પીવાથી જમ્યા પછી લોહીમાં ડાયાબીટીસના સ્તરમાં 10 ટકાથી વધુ ઘટાડો થાય છે. આ સંદર્ભમાં જામફળના પાન ખાવાના ફાયદા છે.

જામફળના પાનનો અર્ક માસિક ધર્મને કારણે થતી પીડાની તીવ્રતાને ઘટાડી શકે છે. પીડાદાયક લક્ષણોનો અનુભવ કરતી 197 મહિલાઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 6 મિલિગ્રામ જામફળના પાનનો અર્ક લેવાથી પીડાની તીવ્રતા ઓછી થાય છે.

જામફળના પાન વજનને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

આ તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. આ ખાવાથી આયર્નની ઉણપ પણ દૂર થાય છે. જે લોકો લોહીની ઉણપથી પરેશાન હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ.

તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે પિમ્પલ્સને પણ દૂર કરે છે. તે ગ્લો વધારવામાં પણ મદદ કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

































































