અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં કોર્પોરેશનનું સાઈન બોર્ડ અચાનક તૂટી પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં કાંકરિયા નજીક કોર્પોરેશનનું હોર્ડિંગ ધરાશાયી થયુ છે. સામાન્ય પવનમાં જ AMCનું સાઈન બોર્ડ તૂટી પડ્યુ હતુ. લોખંડનું હેવી વિશાળ સાઈન બોર્ડ અચાનક માથે પડતા ત્રણ લોકોને ઈજા પહોંચી છે.
જાહેરખબરના હોર્ડિંગ અને વિસ્તાર-રોડની માહિતી આપતા સાઈન બોર્ડ હવે લોકો માટે ભયજનક બની રહ્યા છે. કાંકરિયા-પુષ્પકુંજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિશાળ સાઈન બોર્ડ એકાએક ધરાશાયી થઈને એક્ટિવા સવાર પરિવાર પર પડ્યું હતું. આ અક્સ્માતમાં પરિવારના ત્રણ સભ્ય મરતાં-મરતાં બચ્યા. એક મહિલા સહિત બે બાળકને ઈજા પહોંચી. ત્યારે tv9 ના રિયાલીટી ચેકમાં મોતના હોર્ડિંગ કેટલી જગ્યાએ હજુ પણ છે તેની ચોંકાવનારી વિગતો મળી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા અને વિસ્તારની માહિતી આપતાં સાઈનબોર્ડ લગાવવામાં આવ્યાં. મુંબઈમાં જાહેર ખબરના હોર્ડિંગ પડવાની ઘટના બાદ શહેરમાં તમામ વિસ્તારમાં જેટલાં પણ ખાનગી હોડિંગ લગાવવામાં આવેલાં છે. તેના સ્ટ્રક્ચર સર્ટિફિકેટ લઈને તેને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
2 ઇજાગ્રસ્તોનો દાવો છે કે આટલી મોટી બેદરકારી છે અને જીવનું જોખમ છે તો તેમની સામે શું પગલા લેશો? અમે મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશું જ. તો આ તરફ વિપક્ષના નેતાએ પણ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી.તો tv9 એ શહેરના અન્ય હોર્ડિંગની સ્થિતિ જોઇ તો તમે જોઇ શકશો કે કેટલીક જગ્યાએ બોલ્ટ ખુલ્લા જોવા મળ્યા. ક્યાંક બોલ્ટ જ ન હતા.
tv9 દ્નારા કરાયેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યુ કે રસ્તાની વચ્ચોવચ્ચ હોર્ડિંગ લગાવેલુ છે, જે ક્યારેક પડવાની શક્યતા રહેલી છે. જો કોઈના પર આ હોર્ડિંગ પડ્યુ તો જવાબાદાર કોણ? થોડી આવક માટે કોર્પોરેશન માસૂમ લોકો માટે રસ્તા પર મોત ફીટ કરી રહ્યું હોય તેમ લાગે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો