લો ભાઈ..હવે માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! નહીં પડે AC, કૂલર કે પંખાની જરુર, જાણો ક્યાં મળે છે?
જો તમે પણ ગરમીથી પરેશાન છો અને તડકામાં બહાર જવાથી ડરતા હોવ તો આ જેકેટ તમારા માટે ઉપયોગી થશે. તમે આ જેકેટ ગમે ત્યાં પહેરી શકો છો. તમે જ્યાં જશો ત્યાં તમને એસી જેવી હવા આપશે. જાણો ક્યાં મળે છે આ જેકેટ અને કેટલી છે કિમંત

આજકાલ કોઈ પણ જગ્યાએ બહાર જતા પહેલા ગરમીનો વિચાર આવી જાય છે અને ક્યાંય જવુ હોય તો તેને માંડી વાળીએ છે. આવી સ્થિતિમાં હવે ગરમીમાં જતા પહેલા તમે આ જેકેટ પહેરો છો તો AC જેવી ઠંડક આપશે. જી હા... હવે માર્કેટમાં આવી ગયું છે કુલિંગ જેકેટ. ઘરની બહાર જતી વખતે આપણે કુલર કે ACને સાથે રાખીને લઈ જઈ શકતા નથી. પરંતુ અમે તમને જે જેકેટ વિશે જણાવીશું તે ગમે ત્યાં પહેરી શકાય છે. આ જેકેટ પહેરીને તમને એવું લાગશે કે તમે એસી કે કૂલર પહેર્યું છે. આ જેકેટ કેવી રીતે કામ કરે છે, તેની કિંમત અને તમે તેને ક્યાંથી મેળવી શકો છો તેની સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

એર કન્ડીશનર જેકેટ : જો તમે તમારા માટે એર કંડિશનર સાથે જેકેટ ખરીદવા માંગો છો, તો તમે તેને ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon-Flipkart પરથી ખરીદી શકો છો. જો કે આ જેકેટની મૂળ કિંમત 20,184 રૂપિયા છે, પરંતુ તમે તેને 31 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 13,920 રૂપિયામાં ખરીદી શકો છો. પ્લેટફોર્મ તમને આના પર ઘણા વધુ બેંક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે. તમે આ જેકેટ નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો, જેની માસિક EMI માત્ર 626 રૂપિયા હોઈ શકે છે.

સુવિધાઓ અને બેટરી : જો આ જેકેટના ફીચર્સ વિશે વાત કરીએ તો આ જેકેટમાં 10000mAh યુએસબી બેટરી છે, જેમાં તમને 2 પંખા અને એક કેબલ મળે છે. આ જેકેટ તમને દરરોજ 13 કલાક સપોર્ટ કરી શકે છે. તમે સરળતાથી વોટરપ્રૂફ જેકેટ પહેરી શકો છો અને કંઈપણ કરી શકો છો.

brrf વેરેબલ ફેન : 9 બ્લેડ પંખા સાથે આ જેકેટ પહેરવાથી તમને ગરમી બિલકુલ નહીં લાગે. આ જેકેટ સ્લીવલેસ છે એટલે કે તેમાં સ્લીવ્ઝ નથી. 10000 mAh બેટરી ઉપલબ્ધ છે અને તે છોકરાઓ અને છોકરીઓ બંને પહેરી શકે છે. આ જેકેટ એકદમ સ્ટાઇલિશ છે અને તમને તેમાં કલર ઓપ્શન મળી રહ્યા છે. આ જેકેટમાં તમને 4 રનિંગ સ્પીડ મોડ મળે છે. આ જેકેટ 14 કલાકનો બેટરી બેકઅપ આપી શકે છે પરંતુ તે કેટલો સમય ચાલશે તે તેની સ્પીડ પર નિર્ભર કરે છે.

જો કે આ કૂલિંગ જેકેટની મૂળ કિંમત 5,999 રૂપિયા છે, પરંતુ તમે તેને એમેઝોન પરથી 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 4,799 રૂપિયામાં ખરીદી શકો છો.

































































