અમદાવાદ SVPI એરપોર્ટે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો, 10 મિલિયન પેસેન્જરોએ એરપોર્ટથી ભરી ઉડાન
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI) ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.
Most Read Stories