Ahmedabad : ગુજરાત હાઇકોર્ટમાં વકીલો માટે સ્પોર્ટ્સ રૂમ અને કોમ્પ્યુટર રૂમ તૈયાર, વકીલોના કાર્યભારમાં થશે ઘટાડો
ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ રૂમ અને રિક્રિએશન રૂમ બનાવવામાં આવ્યો છે.જેનું ઉદ્ઘાટન હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને સિનિયર એડવોકેટ સુધી નાણાવટી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની વડી અદાલતમાં પણ આ પ્રકારની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને રિક્રિએશન રૂમમાં 08 જેટલા કમ્પ્યુટર્સ લગાવવામાં આવ્યા છે.

ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ રૂમ અને રિક્રિએશન રૂમ બનાવવામાં આવ્યો છે.

જેનું ઉદ્ઘાટન હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યની વડી અદાલતમાં પણ આ પ્રકારની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને રિક્રિએશન રૂમમાં 08 જેટલા કમ્પ્યુટર્સ લગાવવામાં આવ્યા છે.

જેમાં કાયદાને લગતા આધુનિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કોમ્પ્યુટર્સ વકીલાતની પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સ માટે ખૂબ ઉપયોગી થશે.

જ્યારે સ્પોર્ટ્સ રૂમમાં કેરમ, ટેબલટેનિસ, ચેસ, સ્નુકર જેવી રમતોના સાધન ઉપલબ્ધ છે. જેથી કરીને વકીલો પોતાના વ્યવસાય દરમિયાન થોડી હળવાશ અનુભવી શકે.

વકીલાત કરતી સમયે હળવાશની પળ અને માનસિક તણાવ દૂર કરવા માટે રમત રૂમમાં બનાવવામાં આવ્યો.

ગુજરાત હાઇકોર્ટ વકીલોને આ પ્રકારની સુવિધા પૂરી પાડનાર દેશની પ્રથમ હાઇકોર્ટ બની છે.