ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 24 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. રિપોર્ટિંગ દરમ્યાન કોર્પોરેશન, ભાજપ, કોંગ્રેસ સહિતની મહત્વની બીટ કવર કરી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. 10 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ, ગુજરાત, એજ્યુકેશન, આંતરરાષ્ટ્રીય, મનોરંજન સહિતના તમામ વિષયો પર સમાચાર લખવામાં નિપુણતા ધરાવે છે. ટીવી ચેનલ, ન્યૂઝ વેબસાઇટ, ન્યૂઝ પેપર અને ન્યૂઝ એજન્સી સહિત ક્ષેત્રોમાં કામ કર્યું છે. રિપોર્ટિંગ અને કન્ટેન્ટ રાઇટિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.
Breaking News : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે.
- Chandrakant Kanoja
- Updated on: Jul 20, 2023
- 7:31 pm
Breaking News : ગુજરાતના 218 તાલુકામાં વરસાદ, પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ
ગુજરાતના 218 તાલુકામાં વરસાદ વરસ્યો છે . જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 60 તાલુકાઓમાં 1 ઈેચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 24 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. કચ્છના અબડાસા અને દેવભૂમિ દ્વારકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
- Chandrakant Kanoja
- Updated on: Jul 9, 2023
- 7:33 pm
Breaking News : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની અડફેટે આઠ વર્ષીય બાળકનું મોત, જુઓ Video
રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરચાલકે 13 વર્ષીય કિશોરને કચડી માર્યો હતો. બાળક મોલમાં બેસન લેવા ગયું હતું. અને સાઈકલ પર ઘરે પરત ફરી રહ્યું હતું.
- Chandrakant Kanoja
- Updated on: Jul 9, 2023
- 8:09 am
Breaking News : કચ્છના અબડાસાના સુથરી ગામે દરિયામાં ડુબવાથી બે લોકોના મોત
કચ્છના અબડાસાના સુથરી ગામે દરિયામાં ડુબવાથી બે લોકોના મોત થયા છે.દરિયામાં ડૂબી જવાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર,પોલીસ સાથે સુરક્ષા એજન્સીઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં બંને લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા
- Chandrakant Kanoja
- Updated on: Jul 1, 2023
- 11:45 pm