અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક અનોખો રેકોર્ડ કરવામાં આવ્યો ENT વિભાગ માં બે વર્ષથી સાડા ચાર વર્ષના 7 બાળકોના એકસાથે ઓપરેશન કરી કોક્યુંલર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું આ એવા બાળકો છે કે જેઓ જન્મતાની સાથે તેમણે કોઈ શબ્દ સાંભળ્યો ન હતો હવે આ બાળકો તેમના માતા-પિતા સાથે વાતચીત પણ કરી શકશે
જો બાળક સાંભળતું ન હોય તો બાળક બોલી પણ શકતું નથી માટે આવા બાળકોની જિંદગી બત્તર બની જતી હોય છે
1 / 5
એક સાથે 7 પરિવારના બાળકોને કોક્યુંલર ઇમ્પ્લાન્ટ કરાતા આ બાળકોની જિંદગી અને પરિવારનું જીવન જાણે કે બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.
2 / 5
આ બાળકોના સફળ ઓપરેશન બાદ સોલા સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગની ટીમ અને ઇએનટી વિભાગના વડા ડોનીના ભાલોડીયા આવા કેસમાં વધુમાં વધુ લોકો જાગૃત થાય અને બાળકોને નાનપણમાં જ સાંભળવાની ખામી હોય તો ત્વરિત ઓપરેશન કરાવવા માટે અપીલ કરી રહ્યા છે
3 / 5
કોક્યુંલર ઇમ્પ્લાન્ટ કરાયેલા આ સાત બાળકોના પરિવાર ને એક પણ રૂપિયાનો ખર્ચ સોલા સિવિલ હોસ્પિટલમાં કરવો પડયો નથી.
4 / 5
6 થી 12 લાખ સુધીનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપીને કરાતી આ સર્જરી સોલા સિવિલમાં તેઓને વિનામૂલ્યે કરવામાં આવી છે.