AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એવોર્ડ લેવામાં નંબર-1, કામમાં થર્ડ ક્લાસ! ખરાબ રસ્તા રિપેર કરવાના બદલે સારા રોડ પર જ ફરી ‘ડામર’ પથરાયો, આ કામગીરી પાછળનો અસલી ખેલ શું?

અમદાવાદના બાપુનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વાત એમ છે કે, જે જગ્યા પર સારો રોડ છે ત્યાં જ ડામર પાથરીને નવો રોડ બનાવવામાં આવ્યો છે.

એવોર્ડ લેવામાં નંબર-1, કામમાં થર્ડ ક્લાસ! ખરાબ રસ્તા રિપેર કરવાના બદલે સારા રોડ પર જ ફરી 'ડામર' પથરાયો, આ કામગીરી પાછળનો અસલી ખેલ શું?
| Updated on: Jun 07, 2026 | 4:55 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ ભલે સ્માર્ટ સિટીના એવોર્ડ મેળવી લેતા હોય પરંતુ સિક્કાની બીજીબાજુએ આ જ અધિકારીઓની મિલીભગતથી ચાલતા કૌભાંડો અને નબળી કામગીરીની પોલ ખુલી રહી છે.

ઉપરથી ચમકતી કાળી ડામરની સડકો જોઈને ભલે એમ લાગે કે વાહ, શું કામ થયું છે પરંતુ આ રસ્તાઓની અસલી હકીકત કંઈક જુદી જ છે. જો આ રોડની મજબૂતાઈ અને ગુણવત્તાની તટસ્થ તપાસ કરવામાં આવે, તો તંત્રની કામગીરીના લીરેલીરા ઊડી જાય તેમ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ કોઈ મજબૂત રોડ નથી પરંતુ તંત્રના ભ્રષ્ટાચારને છુપાવવા માટે કરાયેલો માત્ર ‘મેકઅપ’ છે.

આ આખો મામલો અમદાવાદના બાપુનગર વિસ્તારનો છે. અહીં આવેલો સ્ટેડિયમ રોડ પહેલેથી જ એકદમ સારી અને મજબૂત સ્થિતિમાં હતો, તેમ છતાં જૂના રોડ પર જ નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ. જૂના રોડ પર ડામર પાથરીને તેને નવો દેખાડવાનો પ્રયાસ તો થયો પણ આ ડામરની ગુણવત્તા એટલી હલકી છે કે, રસ્તા પરથી હાથ અડાડતાની સાથે જ ડામર ઉખડી રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે, અહીં કોઈ નવો રોડ બનાવવાની જરૂર જ નહોતી, માત્ર કોન્ટ્રાક્ટરના કરોડોના બિલ પાસ કરાવવા માટે જ આ કામગીરી ઊભી કરવામાં આવી છે.

આ હલકી ગુણવત્તાના કામથી હવે અમદાવાદ મનપા સામે અનેક આકરા સવાલો ઊઠી રહ્યા છે:

  1. જો રોડ એકદમ સારો હતો, તો તેના પર ફરીથી કરોડોનો ધુમાડો કરીને નવો રોડ બનાવવાની જરૂર કેમ પડી?
  2. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ નવા ડામર રોડની ગુણવત્તા આટલી થર્ડ-ક્લાસ કેમ છે?
  3. સારો રસ્તો હોવા છતાં નવો રોડ બનાવીને કોના ગજવા ભરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે?
  4. શું મનપાના એન્જિનિયરો આ કામગીરીનું કોઈ સુપરવિઝન કરે છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે?
  5. શું ગુણવત્તાની ઐસીતૈસી કરીને અધિકારીઓએ આ કામ માત્ર કાગળ પર બિલ મૂકવા પૂરતું જ કર્યું છે?
  6. અમદાવાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, તે રિપેર કરવાને બદલે સારા રસ્તા પર ડામર પટ્ટી મારીને જનતાના ટેક્સના પૈસા કેમ વેડફાઈ રહ્યા છે?

Breaking News: 5 બંગલા, 13 પ્લોટ, રોકડની 4 થી 5 બેગ… ₹6,000ના મામૂલી પગારથી સરકારી બાબુએ બનાવ્યું કરોડોનું ‘કાળું સામ્રાજ્ય’

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">