AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિ અને બાળકો ન હોય તો મહિલાની સંપત્તિ પર કોનો હક ? પિયર કે સાસરી ? ‘નિયમ’ જાણીને તમે ચોંકી જશો

જો કોઈ પરિણીત હિન્દુ મહિલા વસિયતનામું (Will) બનાવ્યા વગર દુનિયામાંથી ચાલી જાય અને તેનો પતિ કે કોઈ બાળક પણ જીવિત ન હોય, તો તેની સંપત્તિ પર કોનો અધિકાર રહેશે? આમાં મોટાભાગના લોકો એવું વિચારતા હશે કે, આ સંપત્તિ મહિલાના માતા-પિતાને મળવી જોઈએ. જો કે, ભારતીય કાયદાનો નિયમ તમને ચોંકાવી શકે છે.

| Updated on: May 29, 2026 | 1:28 PM
Share
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (Hindu Succession Act) હેઠળ, મહિલાની સંપત્તિ તેના માતા-પિતાને મળશે કે નહીં, તેનો આધાર એ વાત પર રહેલો છે કે તે સંપત્તિ મહિલા પાસે ક્યાંથી આવી હતી.

1 / 6
જો મહિલાએ સંપત્તિ પોતાના પૈસાથી ખરીદી હોય અથવા તેને ક્યાંયથી કમાણી સ્વરૂપે મળી હોય, તો પહેલો હક પતિ અને બાળકોનો હોય છે. હવે જો બંને (પતિ અને બાળકો) માંથી કોઈ નથી, તો કાયદા મુજબ આ સંપત્તિ મહિલાના માતા-પિતાને નહીં પરંતુ તેના પતિના સંબંધીઓ (સાસુ-સસરા, જેઠ-દિયર વગેરે)ને મળી જશે. મહિલાના માતા-પિતાનો નંબર આના પછી (ત્રીજા સ્થાને) આવે છે.

2 / 6
જો મહિલાને તે સંપત્તિ પોતાના માતા-પિતા તરફથી વારસામાં મળી હતી, તો નિયમ અલગ છે. આ કિસ્સામાં પતિ કે બાળક ન હોવાની સ્થિતિમાં, તે સંપત્તિ પાછી મહિલાના પિતાના વારસદારોને મળી શકે છે. આમાં પતિના પરિવારનો કોઈ હક રહેશે નહીં.

3 / 6
જો મહિલાને કોઈ પ્રોપર્ટી તેના પતિ કે સસરા તરફથી મળી હોય, તો પતિ અને બાળકની ગેરહાજરીમાં તે સંપત્તિ પાછી પતિના કાનૂની વારસદારો પાસે જ જશે.

4 / 6
હાલના કાયદામાં એક મોટો તફાવત પણ છે. વાત એમ છે કે, જ્યારે કોઈ હિન્દુ પુરુષનું અવસાન વસિયત વગર થાય છે, ત્યારે તેની મમ્મીને સૌથી પહેલા હક મેળવનારાઓ (ક્લાસ-1 વારસદારો)માં રાખવામાં આવે છે. મહિલાના કિસ્સામાં, તેના પોતાના માતા-પિતાને સૌથી છેલ્લે સ્થાન મળે છે. આ નિયમની ઘણી ટીકા થાય છે અને આ મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.

5 / 6
કાયદાના આ જ ગૂંચવણભર્યા નિયમોના કારણે કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે, મહિલાઓ માટે વસિયતનામું બનાવવું અત્યંત જરૂરી છે, ખાસ કરીને એવી મહિલાઓ માટે જેઓ સિંગલ છે, વિધવા છે, છૂટાછેડા લીધેલા છે અથવા જેમના માતા-પિતા તેમના પર આર્થિક રીતે નિર્ભર છે. જો મહિલા વસિયત નથી બનાવતી, તો તેના પરિવારને ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં સંપત્તિને લઈને પિયર અને સાસરી પક્ષ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ શકે છે તેમજ બેંક એકાઉન્ટ, ઈન્સ્યોરન્સ અને પ્રોપર્ટી ટ્રાન્સફર થવામાં મહિનાઓનો વિલંબ થઈ શકે છે. આ સિવાય એકાઉન્ટ ફ્રીઝ થઈ જવાને કારણે વૃદ્ધ માતા-પિતાને અચાનક આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે અને સાથે જ દાગીના, પારિવારિક બિઝનેસ તથા ડિજિટલ એસેટ્સ (ડિજિટલ સંપત્તિ)ને લઈને પણ પરિવારમાં મોટા વિવાદો સર્જાઈ શકે છે.

6 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે વિગતવાર જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો

કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ

ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન

PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા

પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ

બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!

Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો

g clip-path="url(#clip0_868_265)">