AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છમાં ઊભી થઈ વિશ્વની સૌથી મોટી બેટરી સ્ટોરેજ સિસ્ટમ, હવે રાત્રે પણ મળશે ગ્રીન પાવર, જુઓ Photos

કચ્છના ખાવડા ખાતે AGEL એ 3.37 GWh ક્ષમતાવાળી વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરી છે. માત્ર દસ મહિનામાં તૈયાર થયેલી આ સિસ્ટમ ચીન સિવાયની સૌથી મોટી ડિપ્લોયમેન્ટ છે.

| Updated on: May 26, 2026 | 3:33 PM
Share
કચ્છના ખાવડા ખાતે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. કુલ 3.37 ગીગાવોટ-અવર (GWh) ક્ષમતા ધરાવતી આ સિસ્ટમ ચીન સિવાય વિશ્વની સૌથી મોટી બેટરી સ્ટોરેજ ડિપ્લોયમેન્ટ તરીકે ગણાઈ રહી છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થયા બાદ માત્ર દસ મહિનામાં જ તેને કાર્યરત કરવામાં આવ્યો છે, જેને કારણે આ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી પૂર્ણ થયેલી યુટિલિટી-સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સમાં સ્થાન પામે છે.

1 / 6
આ પ્રોજેક્ટમાં માર્ચ 2026 દરમિયાન ઉમેરાયેલી 1.37 GWh ક્ષમતાનો પણ સમાવેશ થાય છે, જેના કારણે ખાવડા ખાતે AGEL ની કુલ ઓપરેશનલ બેટરી સ્ટોરેજ ક્ષમતા 3.37 GWh સુધી પહોંચી ગઈ છે. આ સ્ટોરેજ સિસ્ટમ રિન્યુએબલ એનર્જીમાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળી સંગ્રહિત કરી શકે છે અને પીક ડિમાન્ડ દરમિયાન વીજ પુરવઠો વધુ સ્થિર બનાવવામાં મદદરૂપ બને છે. ગ્રીડની વિશ્વસનીયતા વધારવા અને 24 કલાક સતત ગ્રીન એનર્જી ઉપલબ્ધ કરાવવા માટે આવી ટેક્નોલોજી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2 / 6
AGEL નું કહેવું છે કે કંપની આગામી વર્ષોમાં એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે વધુ મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. કંપની નાણાકીય વર્ષ 2027 સુધીમાં 10 GWh થી વધુ સ્ટોરેજ ક્ષમતા ઉમેરવાનો અને આગામી પાંચ વર્ષમાં તેને 50 GWh સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાલ કાર્યરત 3.37 GWh ક્ષમતાથી અંદાજે 10 લાખ ઘરોને એક દિવસ માટે વીજળી પૂરી પાડી શકાય તેવી ક્ષમતા ઉભી થઈ શકે છે.

3 / 6
AGEL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Sagar Adani એ જણાવ્યું કે ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનમાં મોટા પાયે એનર્જી સ્ટોરેજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધતી રિન્યુએબલ એનર્જી ક્ષમતાને સ્થિર અને વિશ્વસનીય વીજ પુરવઠા સાથે જોડવા માટે બેટરી સ્ટોરેજ જેવી ટેક્નોલોજી અનિવાર્ય બની રહી છે.

4 / 6
આ BESS પ્રોજેક્ટમાં અદ્યતન લિથિયમ-આયન બેટરી ટેક્નોલોજી અને સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનું સ્થાન પણ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે ખાવડા વિસ્તાર વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે. AGEL અહીં વર્ષ 2029 સુધીમાં 30 GW ક્ષમતાવાળો વિશાળ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિકસાવી રહી છે, જેમાંથી 9.9 GW ક્ષમતા હાલમાં કાર્યરત છે.

5 / 6
Adani Green Energy Limited હાલમાં ભારતના 12 રાજ્યોમાં ફેલાયેલો 19.7 GW નો ઓપરેટિંગ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ વર્ષ 2030 સુધીમાં 50 GW ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને ટકાઉ ઊર્જા વિકાસ તરફ ભારતના પ્રયાસોને મજબૂત બનાવવા માટે વિવિધ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પર કામ કરી રહી છે.

6 / 6

Flexible solar cells : વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વાળથી પણ પાતળી સોલાર પેનલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">