Rajkot Breaking News: મહિલા દર્દીએ મેડિકેર હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા, જુઓ વીડિયો
રાજકોટમાં સારવારને લઈને એક વિવાદ સામે આવ્યો છે, જેમાં એક મહિલા દર્દી અને તેના પરિવારે મેડિકેર હોસ્પિટલના તબીબ ડૉ. અમિત વસાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, મહિલાને તાવની સારવાર દરમિયાન આપવામાં આવેલી દવાઓના ભારે ડોઝના કારણે ગંભીર આડઅસરો થઈ હતી.
રાજકોટમાં સારવારને લઈને એક વિવાદ સામે આવ્યો છે, જેમાં એક મહિલા દર્દી અને તેના પરિવારે મેડિકેર હોસ્પિટલના તબીબ ડૉ. અમિત વસાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, મહિલાને તાવની સારવાર દરમિયાન આપવામાં આવેલી દવાઓના ભારે ડોઝના કારણે ગંભીર આડઅસરો થઈ હતી.
પરિવારનો દાવો છે કે સારવાર દરમિયાન મહિલાના વાળ ખરી ગયા હતા અને તેની ચામડી પણ ઉખડવા લાગી હતી. તેઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સારવાર માટે 25 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છતાં યોગ્ય પરિણામ મળ્યું નહીં.
કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, મહિલાની તબિયત વધુ બગડતા અન્ય તબીબની સલાહ લેવામાં આવી હતી. ત્યારબાદ અગાઉ આપવામાં આવેલી તમામ દવાઓ બંધ કરવામાં આવી અને ત્યાર પછી સ્થિતિમાં રાહત જોવા મળી હતી. પરિવારનું કહેવું છે કે આ મામલે વર્ષ 2024 દરમિયાન જિલ્લા કલેક્ટર, એસપી અને આરોગ્ય મંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવારનો દાવો છે કે આ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા માત્ર ઠપકો આપીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. હવે પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી રહ્યો છે.
બીજી તરફ ડૉ. અમિત વસાણીનો દાવો છે કે દર્દીને તેમની પાસે સારવાર માટે આવતાં પહેલાંથી જ દવાઓની આડઅસર થઈ રહી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે દર્દી જે દવાઓ લઈ રહ્યા હતા તેમાં આવી આડઅસર થવાની શક્યતા હતી અને તેમની તરફથી યોગ્ય સારવાર આપવામાં આવી હતી. હાલ મામલો ચર્ચામાં છે.
Breaking News : અમેરિકામાં દુકાનમાં કામ કરી રહેલી ગુજરાતી મહિલાની હત્યા, મૃતક ગાંધીનગરની હતી વતની, જુઓ વીડિયો
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
