AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરમાં ફરીથી ગરમીનો પારો પહોંચ્યો 44 ડિગ્રીએ, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, પંજાબથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી પાકિસ્તાન પરથી પસાર થતી ટ્રફ હાલમાં 1.5 કિમી ઊંચાઈએ સક્રિય છે. ઉપરાંત 28 મે આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

સુરેન્દ્રનગરમાં ફરીથી ગરમીનો પારો પહોંચ્યો 44 ડિગ્રીએ, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2026 | 8:00 PM
Share

ગુજરાતમાં રહેલા સુકા વાતાવરણ અને નીચલા સ્તરે ફુંકાઈ રહેલા પવનને કારણે, તાપમાનનો પારો ફરીથી ઉચકાયો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોધાઈ છે. જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય સ્તરે રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.

આમ છતા સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 43.2 ડિગ્રી નોંધાયો હતો. હાલ ગુજરાત વિસ્તારમાં નીચલા સ્તરે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યના અન્ય મહત્વના શહેરોમાં નોંધાયેલ ગરમીના પ્રમાણની વાત કરીએ તો, રાજકોટમાં 42.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભાવનગરમાં પણ ગરમીનો પારો 42. 2 ડિગ્રીએ અટક્યો છે. ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રાત્રીનું તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તેમજ અંડમાન સમુદ્રના બાકી વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, પંજાબથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી પાકિસ્તાન પરથી પસાર થતી ટ્રફ હાલમાં 1.5 કિમી ઊંચાઈએ સક્રિય છે. ઉપરાંત 28 મે આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

ટેકાના ભાવે ઉનાળુ મગ વેચવા માંગતા ખેડૂતોએ 27 મેથી 10 જૂન સુધીમાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">