અમદાવાદ, જામનગર, મોરબી અને નવસારીમાં નવા મેયરની વરણી, ભાજપે જાહેર કરી નવી ટીમ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ, નવસારી, જામનગર, મોરબી અને નડિયાદમાં નવા મેયર ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ, નવસારી, જામનગર, મોરબી અને નડિયાદમાં નવા મેયર ચૂંટાઈ આવ્યા છે. વિવિધ મનપાઓમાં નવા ચહેરાઓને તક મળતા સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. 42 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય રહેલા ધોરાજીયાને પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા છે. મહિલા અનામતના કારણે મોનિકા વ્યાસ નવા મેયર બન્યા છે, જ્યારે રાકેશ ડેરને ડેપ્યુટી મેયર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી જાડેજા અને દંડક તરીકે પ્રવિણાબેન રુપણિયાની વરણી કરવામાં આવી છે. ભાજપે મનપાની 64માંથી 60 બેઠકો પર જીત મેળવી હતી.

મોરબી મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ઉત્તમ સુરાણી નવા મેયર બન્યા છે, જ્યારે ચિરાગ રાણપરાને ડેપ્યુટી મેયર તરીકે નિમવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયાની વરણી કરવામાં આવી છે. સાથે જ પક્ષના નેતા તરીકે અર્પિતા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. નવા સુકાનીઓની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર બન્યા છે, જ્યારે અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. સાથે જ જશુ ઠાકોરને પક્ષના નેતા અને અતુલ મિશ્રાને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓને તક મળતા અમદાવાદ મનપાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે.

નડિયાદ મહાનગરપાલિકાને નવા હોદ્દેદારો મળ્યા છે. મેયર તરીકે મનીષ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશકુમાર રાવળ ચૂંટાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે. સાથે જ પક્ષના નેતા તરીકે મેઘના શાહ અને દંડક તરીકે પુષ્પા પરમારની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે.
Breaking News : અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
