AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આણંદમાં 770 કરોડથી વધુના સાયબર ફ્રોડ કૌંભાડનો પર્દાફાશ થયો, જુઓ Video

આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને એક બહુ મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ગેંગના સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો કેટલાક હજુ પોલીસ પકડથી દુર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2026 | 11:48 AM
Share

તમે અનેક વખત એવી વાતો સાંભળી હશે કે, કોઈ વ્યક્તિ સાથે મોટો ફ્રોડ થયો હોય. આ ફ્રોડમાં તેવો લાખો રુપિયા ગુમાવી દે છે. આણંદ સાયબર ક્રાઈમ પોલીસની મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે.વિદેશોમાં તાર ધરાવતી અને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક ઓર્ગેનાઈઝ્ડ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ગેંગના સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.

આ ગેંગે ભારતના અલગ-અલગ રાજ્યોના લોકો સાથે રૂ770,20,16,858 કરોડથી વધુનું મસમોટું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. 770 કરોડથી વધુ રૂપિયાની સાયબર હેરાફેરી કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાન અને યુગાન્ડા કનેક્શન ખુલ્યું છે.

પાકિસ્તાન અને યુગાન્ડા કનેક્શન ખુલ્યું

ભારતના લોકો પાસેથી છેતરીને મેળવેલા નાણાં બાયનાન્સ (Binance) એપ્લિકેશન તેમજ હવાલા મારફતે પાકિસ્તાન, યુગાન્ડા (આફ્રિકા) અને યુ.એ.ઈ. (UAE) જેવા દેશોમાં મોકલવામાં આવતા હતા. આ મહાકૌભાંડને અંજામ આપવા માટે અલગ-અલગ બેંકોના 186 જેટલા ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ એકાઉન્ટ્સ પર NCCRP પોર્ટલ મારફતે 795 જેટલી ફરિયાદો/અરજીઓ થયેલી છે, જેના આધારે ભારતના વિવિધ રાજ્યોમાં 30 જેટલી FIR પણ રજીસ્ટર થઈ ચૂકી છે.

​પોલીસ પકડમાં આવેલા મુખ્ય આરોપીઓની વાત કરીએ તો.

  1.  દક્ષેશભાઈ નથુભાઈ પટેલ ( વિસનગર, જી. મહેસાણા)
  2. શિવાની રાકેશભાઈ ડબગર (રહે. કતારગામ, સુરત)
  3.  ધ્રુવ દક્ષેશકુમાર પટેલ (રહે. ન્યુ રાણીપ, અમદાવાદ મૂળ વિસનગર)
  4. પ્રેમકુમાર પરેશભાઈ પટેલ (રહે. સાયમા, ખંભાત, જી. આણંદ)

​વોન્ટેડ આરોપીઓ ​પ્રફુલભાઈ લાલજીભાઈ બુટાણી (રહે. હાલ યુગાન્ડા / મૂળ ભાવનગર), ​હેતલ દક્ષેશ પટેલ (રહે. વિસનગર, મહેસાણા),​શિવમ રાકેશભાઈ ડબગર (રહે. ઓલપાડ, સુરત છે.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા દ્વારા થતા હોય છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
g clip-path="url(#clip0_868_265)">