AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Charles Coronation: 1000 વર્ષ જૂની ખુરશી અને પ્રાચીન પથ્થર, જાણો કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં કેટલી પ્રાચીન વસ્તુઓ થશે સામેલ

King Charles Iii Coronation:રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકની પ્રક્રિયામાં આવી ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવશે જે રસપ્રદ છે. કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં કેટલી પ્રાચીન વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 11:26 AM
Share
બ્રિટનમાં આજે એક ભવ્ય સમારોહમાં કિંગ ચાર્લ્સનો તાજ પહેરાવવામાં આવશે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેકના 70 વર્ષ બાદ આ અવસર આવ્યો છે. તેને ભવ્ય બનાવવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. દરેક નાની બાબકોનું ધ્યાન રાખવામાં આવે છે. રાજ્યાભિષેક પ્રક્રિયામાં એવી ઘણી બાબતો છે જે રસપ્રદ  છે. આ દરમિયાન ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે સદીઓ જૂની છે અને આ પ્રક્રિયાનો એક ભાગ છે. જાણો, રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકમાં કેટલી પ્રાચીન વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે.

1 / 5
1 હજાર વર્ષ જૂની કોરોનેશન ચેરઃ આ કોરોનેશન ચેર છે, જેના પર બેસ્યા બાદ ચાર્લ્સનો તાજ પહેરાવવામાં આવશે. તેને કિંગ એડવર્ડ ખુરશી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેનો ઉપયોગ 1308માં તેમના રાજ્યાભિષેક વખતે કરવામાં આવ્યો હતો. આ 1000 વર્ષથી વધુ જૂની ખુરશી છે. જો કે, સમય જતાં તે નબળું પડી ગઇ છે, જેને અનેક વખત સમારકામ કરવામાં આવી છે.

2 / 5
કોરોનેશન સ્પૂન: રાજ્યાભિષેકમાં વપરાતી આ ચમચી વર્ષ 1349ની હોવાનું કહેવાય છે. એનબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પીરિયડ ટ્રેઝરીનો એક ભાગ છે જેનો ઉપયોગ 1340માં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. કેટલાક ઇતિહાસકારો માને છે કે તે હેનરી II (1154 થી 1189) માટે બનાવવામાં આવ્યું હતું. તેની મદદથી બિશપ રાજ્યાભિષેકની પ્રક્રિયા દરમિયાન તેની આંગળીઓને પવિત્ર તેલમાં ડુબાડે છે. (ફોટો ક્રેડિટ્સ:Royal Trust Collection)

3 / 5
ગોલ્ડન ઇગલ: તેને એમ્પુલા પણ કહેવામાં આવે છે. આ એક ખાસ પ્રકારનું પાત્ર છે જેમાં પવિત્ર તેલ રાખવામાં આવે છે, જેનો ઉપયોગ રાજ્યાભિષેકમાં થાય છે. તેમાં હાજર તેલને કોરોનેશન સ્પૂન વડે બહાર કાઢીને છાંટવામાં આવે છે. દંતકથા છે કે 14મી સદીમાં વર્જિન મેરી સેન્ટ થોમસ બેકેટને દેખાઈ અને ઈંગ્લેન્ડના ભાવિ રાજાઓને અભિષેક કરવા માટે તેમને સોનાનું ગરુડ અને તેલની શીશી આપી. ત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.(ફોટો ક્રેડિટ્સ:Royal Trust Collection)

4 / 5
પ્રાચીન પથ્થર 'સ્ટોન ઓફ ડેસ્ટિની': આ એક પ્રાચીન પથ્થર છે જે રાજ્યાભિષેક ખુરશીની નીચે રાખવામાં આવે છે. તે સ્કોટલેન્ડની રાજાશાહીના પ્રતીક તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ સ્કોટલેન્ડના રાજાઓના રાજ્યાભિષેકમાં કરવામાં આવ્યો હતો, જેને એડવર્ડ I દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. તેનું વજન 152 કિલો છે. એકવાર તે એક વિદ્યાર્થી દ્વારા ચોરી કરવામાં આવી હતી. ત્રણ મહિનાની તપાસ અને આંદોલન પછી તે પશ્ચિમી સ્કોટલેન્ડમાં મળી આવ્યો હતો. (ફોટો ક્રેડિટ્સ: thescottishsun)

5 / 5
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">