મહિલાએ કર્યો છેડતીનો વિરોધ…તો થાંભલા સાથે બાંધીને મરાયો માર, પતિ સહિત 6 લોકોની કરાઇ ધરપકડ
મહિલાનો આરોપ છે કે પડોશમાં રહેતો તેનો ભત્રીજો રાજા નાથ ઘણા દિવસોથી તેની છેડતી કરી રહ્યો હતો. જ્યારે તેણીએ આનો વિરોધ કર્યો અને ફરિયાદ કરવા તેના ઘરે ગઈ ત્યારે તેના પરિવારના સભ્યોએ તેને બંધક બનાવીને માર માર્યો હતો. પછી તેના વાળ મુંડાવ્યા. પોલીસે આરોપીને ઝડપી લઇ જેલ ભેગા કર્યા છે. .
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. છેડતીનો વિરોધ કરવા પર એક મહિલાને માર મારવામાં આવ્યો છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે વીડિયો સામે આવતાની સાથે જ મહિલાની ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિત 6 લોકોની ધરપકડ કરી છે.
મહિલાએ છેડતીનો વિરોધ કર્યો હતો
ઘટના વિશેની મળતી માહિતી છે કે પાડોશમાં રહેતો ભત્રીજો રાજા નાથ ઘણા દિવસોથી વિશુનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક મહિલાની છેડતી કરતો હતો. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેના પરિવારજનોએ પહેલા તેને માર માર્યો હતો. પછી તેનું માથું મુંડાવીને તેને ટાલ બનાવવામાં આવી હતી. જ્યારે મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી તો તેના પતિએ તેના પરિવારના સભ્યો સાથે મળીને તેને થાંભલા સાથે બાંધી અને માર માર્યો.
મહિલાને બંધક બનાવીને માર મારવામાં આવ્યો
પીડિત મહિલાએ પોલીસને આપેલી અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે પાડોશમાં રહેતો તેનો ભત્રીજો રાજા નાથ ઘણા દિવસોથી તેની છેડતી કરી રહ્યો હતો. તેણીએ વિરોધ કર્યો અને ફરિયાદ કરવા તેના ઘરે ગઈ ત્યારે તેના પરિવારના સભ્યોએ તેને બંધક બનાવીને માર માર્યો હતો. પછી તેના વાળ મુંડાવ્યા, જે પછી તેના પતિએ તેના પરિવારના સભ્યો સાથે મળીને તેને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.
3 સપ્ટેમ્બરે બની હતી ઘટના
પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદે કહ્યું કે 3 સપ્ટેમ્બરે બનેલી ઘટનાનો વીડિયો શુક્રવારે સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલાને વાળ બાંધીને મારવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયોમાં મહિલાને મારનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ મહિલાનો પતિ છે. આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.