આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, જાણો ક્યાં વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. અગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. અગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય કરતા 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ 100 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના કોઈ પણ જિલ્લામાં વરસાદની ઘટ નહીં.
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ત્રણ દિવસ ઝાપટાના રૂપમાં જ વરસાદ વધુ જોવા મળે છે.