AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP News : જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, જુઓ Video

MP News : જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, જુઓ Video

| Updated on: Sep 07, 2024 | 10:58 AM

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ધટના ટળી છે. જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા હતા.

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ધટના ટળી છે. જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા હતા. પાટા પરથી ઉતરેલા ટ્રેનના ડબ્બામાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટ્યા હતા.

જો કે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી. રેલવેના ડબ્બા પાટા પરથી કેવી રીતે ઉતરી ગયા તેનું કારણ અકબંધ છે.

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનના સાત ડબ્બા થયા અલગ

બીજી તરફ આવી ઘટના થોડા દિવસ પહેલા ગુજરાતમાં પણ બની હતી. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ અલગ થઈ ગઈ હોવાની ઘટના બની હતી.મળતી માહિતી અનુસાર ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ટ્રેનના સાત ડબ્બા અલગ થયા હોવાની ઘટના બની હતી.

g clip-path="url(#clip0_868_265)">