knowledge: ભારતમાં આવેલું છે એક એવું મંદિર, જેનો પડછાયો પડતો નથી, જુઓ Photos
ભારતના તમિલનાડુ રાજ્યમાં એક એવું મંદિર આવેલું છે, જેનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી. આ મંદિરનું નિર્માણ ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે તમિલનાડુના તંજોરમાં આવેલું છે.

ભારતના તમિલનાડુ રાજ્યમાં એક એવું મંદિર આવેલું છે, જેનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી. અમે વાત કરી રહ્યા છીએ તાંજોરના બૃહદેશ્વર મંદિરની જેનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી

આ મંદિરનું નિર્માણ ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે તમિલનાડુના તંજોરમાં આવેલું છે.

બૃહદેશ્વર મંદિરના શિખર પર એક કળશ આવેલો છે. જેનું વજન 80 ટન છે. બૃહદેશ્વર મંદિર ગ્રેનાઈટથી બનેલું છે. તે તેની ભવ્યતા, સ્થાપત્ય અને ગુંબજ માટે પ્રખ્યાત છે.

13 માળના બૃહદેશ્વર મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. જે એક રહસ્ય છે.

બૃહદેશ્વર મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.