Summer Bloating: ઉનાળામાં થતી પેટ સબંધી સમસ્યાઓમાં રાહત આપશે આ હેલ્ધી ડ્રિંક, ગરમીથી પણ મળશે રાહત
ઉનાળામાં પેટનું ફૂલવું અને એસિડિટી થવી જેવી બાબતો સામાન્ય છે, જેને સામાન્ય ભાષામાં બ્લોટિંગ તરીકે ઓળખીયે છીએ. ત્યારે ખોરાક જલદી ન પચતા પેટમાં ગેસ બને છે અને પેટ ફુલવા લાગે છે.


ઉનાળામાં ડીહાઈડ્રેશન કે વધુ પડતો પરસેવો થવો સામાન્ય બાબત છે, પરંતુ જો શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં ઉનાળામાં પેટનું ફૂલવું અને એસિડિટી થવી જેવી બાબતો સામાન્ય છે, જેને સામાન્ય ભાષામાં બ્લોટિંગ તરીકે ઓળખીયે છીએ. ખોરાક જલદી ન પચતા પેટમાં ગેસ બને છે અને પેટ ફુલવા લાગે છે. ત્યારે શું તમે જાણો છો કે આપણા રસોડામાં કેટલીક એવી જડીબુટ્ટીઓ અને મસાલા છે જેના દ્વારા પેટમાં ગરમીને બનતી અટકાવી શકાય છે. તે ન માત્ર તે આપણને પેટની સમસ્યાઓથી દૂર રાખે છે પરંતુ આપણને ગરમીથી રાહત પણ આપે છે. જો તમને ઉનાળામાં વારંવાર પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે, તો તમારે આ વસ્તુઓમાંથી બનેલા પીણાંને તમારા સ્વાસ્થ્ય દિનચર્યામાં સામેલ કરવા જોઈએ.

ફુદીનાનું પાણી: ફુદીનો પેટ માટે એટલો ફાયદાકારક છે કે તેનો ઉપયોગ દવાઓમાં પણ થાય છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે અને ડોકટરો પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. ઉનાળામાં તમારે કેટલાક ફુદીનાના પાન, કાકડીના ટુકડાને પાણીમાં મિક્સ કરીને બ્લેન્ડ કરવું. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ પીણું તમને સમગ્ર ઉનાળા દરમિયાન હાઇડ્રેટેડ રાખશે.

આદુનું પાણી: પાચનમાં સમસ્યા અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે પણ આપણે આદુની મદદ લઈ શકીએ છીએ. આદુનું પીણું બનાવવા માટે તેના થોડા ટુકડા લો અને તેને પાણીમાં ભેળવી લો. તેમાં થોડું કાળું મીઠું ભેળવીને દરરોજ ગમે ત્યારે પીવો. જો તમે ઈચ્છો તો આદુ અને લીંબુની ચા પણ બનાવીને પી શકો છો. આ ઉપરાંત આદુ અને કાકડીના રાયતા પણ ઉનાળામાં આપણા પેટને ઠંડક આપી શકે છે.

મેથી દાણાનું પાણી: પોષક તત્ત્વો અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર મેથીના દાણા પેટને સ્વસ્થ રાખવાથી લઈને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઘણા ફાયદા આપે છે. આયુર્વેદ અનુસાર, મેથીના બીજ સ્વસ્થ આંતરડાના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. ઉનાળામાં તેનું પાણી સરળ રીતે બનાવીને પેટને સ્વસ્થ રાખી શકાય છે. થોડીક મેથીના દાણાને રાત્રે પલાળી રાખો અને સવારે આ પાણી પીવો. પરંતુ તેનું સેવન મર્યાદામાં કરો.

લીલી એલચીની ચા : લીલી ઈલાયચી, જે ચાથી લઈને ખાવા સુધીની દરેક વસ્તુનો સ્વાદ વધારે છે, તે આપણા પેટને સ્વસ્થ રાખવામાં પણ અસરકારક છે. તેમાં ઠંડકની અસર હોય છે અને ઉત્સેચકો આપણું પાચન યોગ્ય બનાવે છે. ઉનાળામાં લીલી ઈલાયચીની ચા પીવાથી પેટ સારું રહે છે. તમારે ફક્ત એલચીને પાણીમાં ગરમ કરીને ઠંડુ થવાનું છે. ત્યાર બાદ તેમાં બરફના ટુકડા નાખો અને મજા લો.

































































