AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતની 18 મ્યુ. શાળાના 11,000 થી વધુ વિદ્યાર્થીઓને અપાય છે ટેક એજ્યુકેશન, 3D, AR, VR અને AI હવે અભ્યાસનો હિસ્સો

આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણને પ્રાધાન્ય આપી ટેક્નોલોજી અને ઈનોવેશનનો સમન્વય સાધી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણને ગતિ આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2025 | 2:11 PM
Share
સુરત મહાનગરપાલિકા સંચાલિત ધો.9 થી 12 સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્ય. શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવા માટે જાન્યુઆરી-2025 થી પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી AI, રોબોટીક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા બની છે.

1 / 6
પ્રથમ તબક્કામાં સુરતની 18 સુમન શાળાઓના સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે. 12 AI લેબ્સમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ મળી રહ્યું છે. 3D, AR/VR અને AI હવે તેમના નિયમિત અભ્યાસનો હિસ્સો બન્યો છે.

2 / 6

સુમન શાળાઓના ધો.9 અને 10 ના વિદ્યાર્થીઓ હવે ફ્રન્ટ એન્ડ ડેવલોપમેન્ટ અને ડ્રોન એવિએશન વિષે જાણે છે. સરકારી શાળાઓના આ વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે છે, રોબોટિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરે છે અને AI જેવી અદ્યતન ટેક્નોલોજી શીખે છે. તેમના શાળાકીય અભ્યાસની સાથોસાથ ચાર વર્ષના કોર્ષ હેઠળ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D ટેક્નોલોજી, ડ્રોન અને રોબોટિક્સ જેવા વિષયોને પણ રસપૂર્વક શીખી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ બની રહ્યા છે.

3 / 6

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ એજ્યુકેશન માત્ર ટ્રેન્ડ નહીં, પણ જરૂરિયાત છે એવી વાસ્તવિકતાને સ્વીકારી રાજ્ય સરકારે ‘શાળા એ નવી સંભાવનાઓનો ગેટવે’ છે એવા ધ્યેય સાથે ‘ટેક એજ્યુકેશન ફોર ઓલ’ અભિયાન શરૂ કર્યું છે.

4 / 6
વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યભરમાં 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 19,600 આધુનિક કમ્પ્યૂટર લેબ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી રાજ્યની શાળાઓ પણ સ્માર્ટ અને ઇનોવેટીવ શિક્ષણ માટે સજ્જ બની છે. આ જ દિશામાં પગલું ભરીને ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ પણ આધુનિક અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી આધારિત લેબ શરૂ કરવામાં આવી છે.

5 / 6
સુરત મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને પરંપરાગત અભ્યાસ પૂરતા જ સીમિત ન રહેતા પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), 3D પ્રિન્ટીંગ, રોબોટિક્સ, એઆર/વીઆર (ઓગ્નેમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી) ટેક્નોલોજી અને ડ્રોન જેવી નવીન ટેક્નોલોજીનો જ્ઞાન અને અનુભવો પણ મળી રહે એવો રહેલો છે. સુમન શાળાના ઘણા વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 34 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલનો વ્યાપક ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને માત્ર જોબ સીકર નહીં, પરંતુ નવા યુગના ટેકનોલોજી-સેવી ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સ બની જોબ ગીવર પણ બને.

6 / 6

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">