Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરાજીથી ચોખલિયા સુધીના માર્ગની બિસ્માર હાલત પર સવાલ પૂછતા અકળાયા ધારાસભ્ય, કહ્યુ ‘હું કંઈ તમારો પટાવાળો નથી’- જુઓ વીડિયો

રાજકોટના ધોરાજીથી ચોખલિયા સુધીન રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. અનેકવાર આ અંગે રજૂઆત કરવા છતા રોડની સ્થિતિમાં કોઈ સુધાર ન થતા આખરે એક ગ્રામજને ધારાસભ્યને લગાવી દીધો ફોન અને રોડની કામગીરી અંગે સવાલોનો મારો ચલાવ્યો તો ધારાસભ્ય રીતસરના અકળાઈ ગયા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2024 | 10:16 PM

રાજકોટના ધોરાજીથી ચોખલિયા સુધીના માર્ગ છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે અને ગામલોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી છે. તંત્ર સહિત ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરવા છતા રોડની સ્થિતિમાં આજ દિન સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. રોડની કામગીરીની પૃચ્છા કરવા માટે ચોખલિયા ગામના સ્થાનિકે આખરે ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ફોન જોડ્યો અને રોડની કામગીરી વિશે સવાલ કર્યા.

 ગ્રામજન અને ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતના અંશો

  • ગ્રામજન: ટેન્ડર પાસ થયું એના અમુક દિવસમાં કામ શરૂ થવું જોઇએ એવું અમને ખબર પડે છે
  • ધારાસભ્ય: ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે, નેગોશિએશનની વિધિ સરકારમાં ચાલે છે, પતશે એટલે કામ ચાલુ થશે
  • ગ્રામજન: ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે તો પછી શું થશે
  • ધારાસભ્ય: જુઓ એક એક વસ્તુનો મારે તમને રિપોર્ટ ન આપવાનો હોય, હું કંઇ તમારો પટાવાળો નથી
  • ગ્રામજન: અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે પટાવાળા છો
  • ધારાસભ્ય: તમે તો એવી વાત કરો છો, પૂછો બધા કાર્યકરોને
  • ગ્રામજન:મે બધા કાર્યકરોને મળી લીધુ, બધાને પૂછી લીધુ
  • ધારાસભ્ય: ભાઇ તમારા કામ માટે હું માથાકૂટ કરૂ છું
  • ગ્રામજન: કાર્યકરો જ કોઇ જવાબ નથી આપતા, એવું કે છે કે અમને જ નથી ખબર ક્યારે રોડનું કામ શરૂ થશે
  • ધારાસભ્ય: કાર્યકરોને ખબર છે કે હું જ માથાકૂટ કરૂ છું, ક્યારે ચાલુ થશે એ તો મને પણ નથી ખબર

 બે સવાલથી અકળાઈ ગયા ધારાસભ્ય પાડલિયા

આ વાતચીતમાં ચોખલિયા ગામના ગ્રામજને માત્ર ધારાસભ્યને રોડની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે પૃચ્છા કરતા જોઈ શકાય છે અને બે સવાલમાં તો ધારાસભ્ય અકળાઈ જાય છે અને એમને જાણે જવાબ આપવામાં પણ જોર પડતુ  હોય તેમ ઉડાઉ જવાબો આપે છે. અહીં સવાલ એ છે કે માત્ર રોડની કામગીરી અંગેના બે સવાલથી આ માનનીય અકળાઈ જાય છે તો રોજેરોજ બિસ્માર ખખડધજ રસ્તા પરથી પસાર થનારા ગામલોકો કેટલા અકળાતા હશે તેનો વિચાર શું ધારાસભ્ય પાડલિયાએ કર્યો છે ક્યારેય ?

દેશના છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે પરંતુ શહેરના રસ્તાઓ જેવી જ સુવિધા ગામડાના લોકોને મળતી નથી.  અનેક એવા ગામો છે જે અન્ય સુવિધાઓ તો છોડો સારા રસ્તાની સુવિધાથી પણ વંચિત છે અને જનતાના પ્રતિનિધિ, જેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, જે તેમની સમસ્યાને વાચા આપે, તેમના વતી અવાજ ઉઠાવે એ પ્રતિનિધિ જ ધારાસભ્ય બની ગયા બાદ જનતાના જવાબ આપવામાં અકળાઈ જાય છે અને ઉડાઉ જવાબો આપે છે. આમા બાપડી જનતા કોને તેની સમસ્યા જણાવે !

અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

Input Credit- Hussain Kureshi- Dhoraji

આ પણ વાંચો: ભાવનગર: વલભીપુરના પાટણા રાજગઢને જોડતો રોડ ગેરંટી પિરીયડમાં જ ખખડી ગયો, લોકો ત્રાહિમામ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">