14 એપ્રિલ 2025

વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !

વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ દુનિયભરમાં જબરદસ્ત છે. કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ક્રિકેટર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડ ક્રિકેટ હવે વિરાટ કોહલીની લોકપ્રિયતાનો  લાભ લઈ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખરેખર, IPL પછી ભારતીય ટીમને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. જ્યાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. ઈંગ્લેન્ડે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બંને ટીમો વચ્ચે કુલ 5 ટેસ્ટ મેચ રમાશે. જેમાંથી ચોથી મેચ માન્ચેસ્ટરમાં યોજાશે.  આ મેચ માટે લેન્કેશાયર ક્રિકેટ ક્લબે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે  અને ટિકિટોનું વેચાણ  શરૂ કરી દીધું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આશ્ચર્યજનક વાત એ છે કે લેન્કેશાયરે પોતાની પોસ્ટમાં ઈંગ્લેન્ડના કોઈપણ ખેલાડીનો ઉપયોગ કર્યો નથી. પોસ્ટમાં ફક્ત વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડ ક્રિકેટ કોઈક રીતે વિરાટ કોહલીની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા જઈ રહ્યું છે, જેથી મહત્તમ ટિકિટો વેચાઈ શકે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ  31 જુલાઈથી 4 ઓગસ્ટ  દરમિયાન રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીને ધ્યાનમાં રાખીને આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. આ પહેલા તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કંઈ ખાસ કરી શક્યો ન હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM