ભાવનગર: વલભીપુરના પાટણા રાજગઢને જોડતો રોડ ગેરંટી પિરીયડમાં જ ખખડી ગયો, લોકો ત્રાહિમામ- Video
ભાવનગરના વલભીપુરમાં આવેલા પાટણા અને રાજગઢને જોડતો બિસ્માર રોડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી રોડની હાલત એટલી હદે ખરાબ છે કે 5 કિલોમીટરનું અંતર કાપવામાં એક કલાક લાગી જાય છે અને વાહનચાલકોના કમરના કટકા થઈ જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડની બનાવટમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ છે અને આથી જ ગેરંટી પિરીયડમાં જ રોડ ખખડી ગયો છે.
ભાવનગરના વલભીપુર તાલુકાના પાટણા-રાજગઢ રોડની હાલત એવી શકે કે ખબર નથી પડતી રસ્તામાં ખાડા છે કે પછી ખાડા વચ્ચે રસ્તો છે…આ ડામર રોડ પર 20 જેટલા ગામનો લોકો અવર-જવર કરે છે..રસ્તા પરના ખાડા ગ્રામજનોની કમર તોડી રહ્યા છે…હાલત એટલી ખરાબ છે કે આ રસ્તા પર પાંચ કિલોમિટરનું અંતર કાપતા એક કલાક જેટલો સમય લાગે છે. રોડ પર મોટા-મોટા ખાડા પડ્યા છે. 2 વર્ષ પહેલા એજન્સીએ આ રોડ બનાવ્યો હતો પરંતુ રોડના ગેરંટી પીરિયડમાં જ રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે.
ડામરનો આ તુટેલો રસ્તા ક્યાંક કામમાં થયેલા ભ્રષ્ટાચારની પણ ચાડી ખાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયતના રોડ વિભાગે પણ હજુ સુધી આ રસ્તા માટે કોઈ કાર્યવાહી કરી નથી. રોડની આવી હાલત છતાં રોડ બનાવનાર એજન્સીને હજુ સુધી તંત્રએ નોટિસ પણ આપી નથી. ગ્રામજનો નવો રસ્તો બને તે માટે પોકાર કરી રહ્યા છે. બીજી તરફ ભાવનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનું કહેવું છે કે રોડ અંગે રજૂઆત કરવામાં આવી છે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે.
જો કે ગામલોકોના સવાલ છે કે સમારકામ માટે હજુ કોની રાહ જોવાઈ રહી છે? ગેરંટી પિરીયડમાં જ રોડ કેમ ઉખડી ગયો. રોડ બનાવનાર એજન્સી સામે કેમ પગલા લેવાતા નથી. ભ્રષ્ટાચારને છાવરવામાં કોનો હાથ છે ? 20 ગામના લોકોને જોડતા રોડની બિસ્માર હાલત છકા તંત્ર દ્વારા રોડની મરમ્મત કરાતી નથી. શું માત્ર શહેરોના રોડનો જ વિકાસ કરવાનો છે, ગામડાના લોકોને સારા રોડની સુવિધાનો અધિકાર નથી ? રોડની બનાવટમાં ભ્રષ્ટાચાર આચરનારક એજન્સી, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે?
Input Credit- Ajit- Gadhvi- Bhavnagar
આ પણ વાંચો: મહાશિવરાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર 42 કલાક રહેશે ખુલ્લુ, ભાવિકો માટે કરાયા વિવિધ ભક્તિમય આયોજનો- Photos
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો