બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'

14 April 2025 

ભારતીય સિનેમાની સૌથી ખૂબસૂરત હસીનાઓમાંની એક હસીના મધુબાલા પણ હતી. મધુબાલાને બોલિવૂડની "ટ્રેજેડી ક્વીન" કહેવામાં આવતી હતી. તેની ખૂબસૂરતી અને સાદગીને કારણે જ તે ચર્ચામાં રહેતી હતી.

ખૂબસૂરત હસીના

મધુબાલાએ બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. મધુબાલાએ બોલિવૂડ જગતમાં કુલ 72 ફિલ્મોમાં કામ કરેલું છે. જો કે, તેઓ 36 વર્ષની વયે જ અવસાન પામી ગયા હતા.

વાત દુનિયાથી છુપાવી

મધુબાલા હૃદય રોગથી પીડાતી હતી અને આ વાત તેમણે દુનિયાથી છુપાવીને રાખી હતી. વર્ષ 1969માં તેમની તબિયત વધારે કથળી જતાં તેમને કમળો અને હિમેટુરિયા જેવી બિમારી થઈ.

વર્ષ 1969માં તબિયત વધારે કથળી

23 ફેબ્રુઆરી 1969ના દિવસે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. મધુબાલાની બહેન મધુર ભૂષણે મધુબાલાને યાદ કરતાં કેટલીક વાતો શેર કરી હતી.

મધુર ભૂષણે મધુબાલાને યાદ કરી

મધુર ભૂષણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મધુબાલા જ્યારે દાંત સાફ કરતી ત્યારે તે તેના મોંમાંથી લોહી થૂંકતી હતી. આ વાતની જાણ થતાં જ દિલિપ સાહેબ મુંબઈથી ડૉ.રૂસ્તમ જલ વકીલને લાવ્યા હતા. તે દરમિયાન ડૉકટરે કહ્યું હતું કે, મધુબાલાના હૃદયમાં છિદ્ર છે. ટૂંકમાં કહીએ તો, મધુબાલાને વેન્ટ્રિક્યુલર સેપ્ટલની ખામી હતી.

ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

આવી ગંભીર બીમારી હોવા છતાં પણ મધુબાલા કામ કરતી રહી અને વધુ ફિલ્મો સાઇન કરી બેસી. જો કે, નિદાન આવ્યા બાદ પણ મધુબાલાએ પોતાની બીમારી દુનિયાથી છુપાવી રાખી.

વધુ ફિલ્મો સાઇન કરી

મધુબાલા તે સમયે ટોચની અભિનેત્રી હતી અને તે આ મુકામ પર અટકવા માંગતી નહોતી. તે ફિલ્મોમાં વધુ કામ કરવા માંગતી હતી.  નવાઈની વાત તો એ છે કે, 'મુઘલ-એ-આઝમ'ના શૂટિંગ દરમિયાન મધુબાલા ઘણીવાર બેહોશ થઈ જતી હતી.  

શૂટિંગ દરમિયાન બેહોશ