14 April 2025
બોલિવૂડના ખિલાડી કુમારની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ નથી. એવામાં અક્ષય કુમારે આ વખતે કમબેક કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી.
અક્ષય કુમારની અગાઉની ફિલ્મો જેમ કે, રક્ષાબંધન, સેલ્ફી,રામ સેતુ, બડે મિયાં છોટે મિયાં, સરફિરા તમામ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. જો કે, ખેલ ખેલ મેં અને સ્કાય ફોર્સે અક્ષયના ફિલ્મી કરિયરને ડૂબતું બચાવ્યું છે.
બીજું કે, અક્ષયની આવનારી ફિલ્મ 'કેસરી 2'ના ટ્રેલરથી પણ ફેન્સ ઘેલમઘેલા થયા છે. ટ્રેલર જોઈને જ લાગે છે કે, ખિલાડી કુમારનું આ કમબેક ભલભલા અભિનેતાને પાછું પાડી દેશે.
અક્ષય કુમારને કમબેક માટે ફક્ત એક સારી ફિલ્મની જરૂર છે અને 'કેસરી 2' એ પ્રકારની ફિલ્મ છે કે, જે અક્ષયની નૈયા પાર લગાડી શકે છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં દમદાર દેખાઈ રહ્યો છે અને એમાંય તે એક દેશભક્તનો રોલ ભજવી રહ્યો છે.
અક્ષય કુમારની કોર્ટરૂમ ડ્રામાને ઓડિયન્સે ખૂબ જ પ્રેમ આપ્યો છે. અક્ષયે આ પહેલા 'જોલી LLB-2' અને 'રૂસ્તમ'જેવી હિટ કોર્ટરૂમ ડ્રામા મુવી પણ આપેલી છે. એવામાં ફેન્સને 'કેસરી 2'થી પણ વધુ અપેક્ષા છે.
'કેસરી 2'માં અક્ષયની સાથે-સાથે આર. માધવન પણ છે. તેમજ અનન્યા પાંડે પણ એક અલગ રોલમાં જોવા મળી રહી છે. એવામાં ફેન્સ અક્ષય કુમાર અને આર. માધવન વચ્ચેની કોર્ટરૂમ લડાઈ જોવા તૈયાર છે.
સોશિયલ મીડિયા પર પણ અક્કીનું ટ્રેલર છવાઈ ગયું છે. દર્શકોએ ટ્રેલર જોઈને જ મન બનાવી લીધું છે કે, અક્ષયની આ ફિલ્મ જોવા જેવી છે.
'કેસરી 2'ના રિલીઝ બાદ બીજી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થવાની નથી અને સની દેઓલની 'જાટ' પણ હાલ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ વિખેરી શકી નથી.