અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ, જુઓ વીડિયો
આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર પાનોલી અને ભરૂચના કુલ આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને નિયત્રણમાં લેવા માટે પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. કંપનીએ રોજીંદા કામકાજ ઉપર આવેલ ફેકટરીના કામદારોની ગણતરી હાથ ધરી છે. જો કે અત્યાર સુધીમાં કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી.
ભરુચના અંકલેશ્વરના પાનોલી સ્થિત કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પ્રસરી જતા વહીવટી તંત્ર, કામદારો અને કારખાના માલિકોમાં ચિંતા ફેલાઈ છે. પાનોલી જીઆઇડીસીમાં આવેલ જેલ એકવા ઇન્ટરનેશનલ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીની બાજુમાં આવેલ બીઆર એગ્રો કેમિકલ કંપનીમાં પણ જેલ એકવા ઇન્ટરનેશનલ કંપનીમાં લાગેલી આગ ફેલાઈ જવા પામી હતી.
બે કંપનીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર પાનોલી અને ભરૂચના કુલ આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને નિયત્રણમાં લેવા માટે પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. કંપનીએ રોજીંદા કામકાજ ઉપર આવેલ ફેકટરીના કામદારોની ગણતરી હાથ ધરી છે. જો કે અત્યાર સુધીમાં કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી.
અંકલેશ્વરના પાનોલીમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા જોવા મળતા હતા. પાનોલી જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ ફાટી નિકળતા, કામદારો, ફેકટરી માલિકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.