Gold Price Prediction : સોનાના ભાવમાં સોમવારે ઘટાડો થવાની આગાહી પડી સાચી, આ Analysis દ્વારા જાણો કિંમત
TV9 ગુજરાતીએ રવિવારે જ સોમવારે સોનાના ભાવમાં ઘટાડાની આગાહી કરી હતી, જે સાચી પડી. સોમવારે બજાર ખુલતાં જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. TV9 ગુજરાતીના સચોટ અનુમાન અને બજાર વિશ્લેષણને કારણે રોકાણકારોને લાભ મળ્યો છે.

TV9 ગુજરાતીએ એક દિવસ પહેલા જ જણાવી દીધું હતું કે, સોમવારે બજાર ખુલશે ત્યારે શરૂઆતના થોડા કલાકોમાં ગોલ્ડ ફ્યુચર્સના માં ઘટાડો જોવા મળી શકે છે.

સૂચકો દ્વારા આપવામાં આવેલ વેચાણ સંકેત સાચો સાબિત થયો. આ એક નહીં સોના અને ચાંદીને લઈ આવા અનેક પ્રિડિક્શન કર્યા છે. જે સાચા સાબિત થયા છે.

Gold futures માં, બજાર સોમવારે સાંજે 5 વાગ્યે જ બીજા સત્રમાં ખુલ્યું કારણ કે પહેલા સત્રમાં એટલે કે સવારે, ભીમરાવ આંબેડકર જયંતીની રજાને કારણે બજાર બંધ હતું.

બજાર ખુલતાની સાથે જ તે 309 રૂપિયાના ઘટાડા સાથે ખુલ્યું એટલે કે શુક્રવારે બજારમાં Gold futures 93,887 રૂપિયા પર બંધ થયો હતો.

પરંતુ સોમવારે સાંજે 5 વાગ્યે તે 309 રૂપિયાના ઘટાડા સાથે 93,578 રૂપિયા પર ખુલ્યો. TV9 ગુજરાતીએ એક દિવસ પહેલા એટલે કે રવિવારે આ બાબતે જણાવ્યું હતું, જેમાં સ્પષ્ટ કહવેમાં આવ્યું હતું કે, હાલમાં Gold futures માં 29 મહિનાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે ટૂંકા ગાળામાં (કલાક કે અઠવાડિયા) 4-5% ઘટાડો થઈ શકે છે. જે વાત આજે ઉપરના આંકડા મુજબ સાચી પડી. (નોંધ : સોના ચાંદી કે અન્ય કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી. અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત પાણી જાણકારી માટે છે.)
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































