Champions Trophy 2025 : અક્ષર પટેલની માતાએ દીકરો અને ભારતીય ટીમ સારું પ્રદર્શન કરે તેવી પ્રાર્થના કરી, જુઓ વીડિયો
રવિવાર 23 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે આ પહેલા ગુજરાતી ખેલાડી અક્ષર પટેલની માતાએ તેમનો દીકરો સારુ પ્રદર્શન કરે અને ચેમ્પિયન ટ્રોફી જીતે તેવી પ્રાર્થના કરી હતી.

આજે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ચાલી રહી છે. આ મેચ બન્ને દેશ માટે મહત્વની રહેવાની છે. જે ટીમ હારશે તે ટીમ લગભગ ટૂર્નામાન્ટમાંથી બહાર થઈ જાય તેવી સ્થિતિમાં છે. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની માતાએ અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને શુભેચ્છા આપી છે.ઇન્ડિયન ક્રિકેટ ટીમનાક્રિકેટર અક્ષર પટેલ ખેડા જિલ્લાના નડિયાદના વતની છે. નડિયાદના અક્ષર પટેલની માતાએ તેમનો દીકરો આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ સારી રીતે પર્ફોર્મન્સ કરે અને ભારત આ મેચ જીતે તે માટે આપી શુભેચ્છાઓ છે.
અક્ષર પટેલની માતાએ કહ્યું દીકરો સારા રન બનાવશે, અને વધુ વિકેટ લે તેમજ ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફી જીતે તેવી આશે.
ચાહકોને અક્ષર પટેલ પાસે મોટી આશા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ દરમિયાન અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો હતો.ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 6 વિકેટથી જીતી લીધી હતી.બાંગ્લાદેશ વિરુદ્ધ નડિયાદના અક્ષર પટેલે 9 ઓવરમાં 43 રન આપી 2 વિકેટ લીધી હતી. ત્યારે આજે પણ ચાહકોને અક્ષર પટેલ પાસે મોટી આશા છે.
અક્ષર પટેલ નડિયાદનો રહેવાસી છે
તેમણે 26 જાન્યુઆરી 2023ના રોજ ગુજરાતના વડોદરામાં મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે.તેમણે 19 ડિસેમ્બર 2024ના રોજ તેમના પુત્ર હક્ષનું સ્વાગત કર્યું છે.અક્ષર પટેલના પિતાનું નામ રાજેશભાઈ પટેલ છે. અક્ષર પટેલ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતના તમામ ફોર્મેટમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. 2024 T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો અભિન્ન ભાગ હતો.