આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો રાજ્યમાં કેટલું રહેશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી રાહત મળશે. આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે તાપમાન ઘટશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી રાહત મળશે. આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે તાપમાન ઘટશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા બદલાતા ઠંડા પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારમાં ગરમીનો અહેસાસ થઈ શકશે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4થી 10 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. 10 માર્ચ બાદ રાજ્યમાં આકરી ગરમી પડે તેવી આગાહી કરવામાં આવે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
